• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Preparations For The Four Tournaments Of The National Games To Be Held In Surat Started, Surat In charge Thennarshan Visited The Site.

ડુમસ દરિયા કાંઠે તૈયારી:સુરતમાં યોજાનાર નેશનલ ગેમ્સની ચાર ટુર્નામેન્ટ માટે તૈયારી શરુ, સુરતના પ્રભારી થેન્નારશને સ્થળ મુલાકાત કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતના ડુમસ બીચ ખાતે પહેલીવાર નેશનલ ગેમ રમાશે. - Divya Bhaskar
સુરતના ડુમસ બીચ ખાતે પહેલીવાર નેશનલ ગેમ રમાશે.

સુરતના દરિયા કિનારે પહેલી વખત નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સની બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન માટે સુરતની પસંદગી કરવામાં આવી છે. સુરતના પ્રભારી એમ. થેન્નારશન સુરતના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરવા સાથે ડુમસ દરિયા કાંઠે પહોંચ્યા હતા.

નેશનલ ગેમ્સની તડામાર તૈયારી
આ વર્ષે નેશનલ ગેમ્સના યજમાન તરીકે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગર સહિત સુરતમાં પણ અલગ-અલગ 36 જેટલી સ્પર્ધાઓનું આયોજન થશે. જેમાં સુરતમાં બીચ વોલીબોલ, બીચ હેન્ડ બોલ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટનની સ્પર્ધામાં દેશભરના ખેલાડીઓ ભાગ લેવા માટે આવશે. જેના કારણે સુરતના પ્રભારી સચિવ એમ. થેન્નારશન સહિતના અધિકારીઓ દ્વારા ડુમસ સહિતના સ્થળોની વિઝીટ શરુ કરી હતી.

સ્થળ મુલાકાત કરી અધિકારીઓને સૂચના અપાઈ
સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનીધિ પાની સહિત પાલિકાના અધિકારીઓ પણ ડુમસ પહોંચ્યા હતા. ડુમસની મુલાકાત કર્યા બાદ સ્પોર્ટ્સ કાર્નિવલનું જ્યાં આયોજન કરવામાં આવનાર છે. અધિકારીઓ સાથે ત્યાં પણ સ્થળ મુલાકાત કરીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સુરતના ઘરે આંગણે પહેલી વખત નેશનલ ગેમ્સનું આયોજન થતાં સુરતીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...