• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Preparations For The Bay Dredging Will Start But It Will Take 8 Months To Complete The Work, This Year Too Floods May Occur

ખાડીપૂરનું સંક્ટ:ખાડી ડ્રેજિંગની તૈયારી શરૂ પણ કામ પૂર્ણ થતાં 8 મહિના લાગશે, આ વર્ષે પણ પૂર આવી શકે

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીવન જ્યોત ખાડી - Divya Bhaskar
જીવન જ્યોત ખાડી
  • 2020ના ખાડીપૂરમાં પર્વત, મગોબ સહિતના 5 લાખ લોકોને અસર થઇ હતી
  • જીવનજ્યોતથી મગોબના 6.6 કિમીના ડ્રેજિંગનું ટેન્ડર મંજૂરી માટે મુકાયું

2020માં ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મીઠીખાડીમાં પૂર આવ્યું હતું. જેમાં પરવતપાટિયા, પરવતગામ, મગોબ, ખાડી કિનારાના રહીશો મળી 5 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. આ ઘટના પછી પણ પાલિકાએ બોધપાથ લીધો નથી. જે તે સમયે કન્સલટન્ટ વાપ્ક્રોસ લીમીટેડનો અભિપ્રાય લેવાયો હતો. રિપોર્ટમાં કન્સલટન્ટે ખાડીમાં સમયાંતરે ડ્રેજીંગની કામગીરી કરવા સૂચના આપી હતી.

પરંતુ પાલિકાએ 2 વર્ષ પછી પણ જીવનજ્યોતથી મગોબ સુધી ખાડીનું ડ્રેજીંગ ન કરતાં 2020ની જેમ આ ચોમાસામાં ભારે વરસાદ આવે તો ફરી ખાડીપૂરનું સંક્ટ ઊભું થઈ શકે છે. ચોમાસાને હવે માંડ 1 મહિનાનો બાકી છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટીમાં મીઠીખાડીમાં જીવન જ્યોત પાસેના નાના ખાડી બ્રિજથી લઇને આશીર્વાદ માર્કેટ મગોબ સુધી 6.6 કિમીમાં ડ્રેજીંગ કરવા 10.32 કરોડનું ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત મુકાઇ છે. ટેન્ડરની શરત મુજબ આ કામ પૂર્ણ થતા 8 મહિના લાગશે.

બીજો પ્રયાસ છે, વર્ષ પહેલાં ટેન્ડર દફતરે કરાયું હતું
જીવનજ્યોતથી મગોબ સુધી ખાડી ડ્રેજીંગ કરવા વર્ષ અગાઉ ટેન્ડર મંગાવ્યું હતું જે દફતરે કરાયું હતું. બીજી વાર ટેન્ડર મૂકાયા હતા.> જયેશ ચૌહાણ, કાર્યપાલક ઇજનેર

ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તો જ લાભ થશે
​​​​​​​5થી 7 ફુટ ડ્રેજીંગ જરૂરી છે. વખતોવખત રજૂઆતો કરી હતી. ચોમાસા પહેલાં ડ્રેજીંગ થાય તો જ લાભ થશે.> હિંમત બેલડિયા, પૂર્વ પાણી સમિતિ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...