• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Preparations For Navratri Begin In Surat, Artistic Traditional Garbis On Different Themes Become The Center Of Attraction

તહેવારનો થનગનાટ:સુરતમાં નવરાત્રિની તૈયારી શરૂ, અલગ અલગ થીમ પર કલાત્મક પારંપરિક ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની

સુરત2 મહિનો પહેલા
ઘરે ઘરે મુકવામાં આવતી ગરબીઓને કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી રહી છે.
  • આભલાં, ઝરી,સ્ટોન, ટીલડી અને વિવિધ રંગો સાથે ગરબીઓ બનાવાઈ

નવલા નોરતાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સુરતમાં આ વખતે અલગ અલગ થીમ પર પારંપરિક ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે. કલાત્મક, આભલાં, ઝરી,સ્ટોન, ટીલડી અને વિવિધ રંગો ભાતવાળી સુંદર પારંપારીક ગરબીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે.જે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

જેમ જેમ નવરાત્રિઓ નજીક આવી રહી છે તેમ તેમ વધારે ગરબીઓના વધુ ઓર્ડર આવી રહ્યા છે
જેમ જેમ નવરાત્રિઓ નજીક આવી રહી છે તેમ તેમ વધારે ગરબીઓના વધુ ઓર્ડર આવી રહ્યા છે

શેરી ગરબા જ યોજાશે
કોરોનાની મહામારીને લઈને છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારો ઉજવી શકાયા ન હતા. પરંતુ આ વર્ષે સંક્રમણ ઓછુ થતા ગાઈડલાઈન સાથે શેરી ગરબાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી છે. સુરતમાં પણ નવલા નોરતાની ભવ્ય ઉજવણી થાય છે. સુરતમાં દર વર્ષે મોટા મોટા પાર્ટી પ્લોટ, એસી ડોમ સહિતની જગ્યાઓ પર ગરબા થાય છે તેમજ સુરતમાં બોલીવુડ કલાકારો પણ સુરતની નવરાત્રિ નિહાળવા સુરત આવે છે. જો કે આ વખતે મોટી નવરાત્રિના આયોજન બંધ રહ્યાં છે.

માતાજીની ગરબીઓનું મોટાભાગના ઘરમાં સ્થાપન કરવામાં આવતું હોય છે.
માતાજીની ગરબીઓનું મોટાભાગના ઘરમાં સ્થાપન કરવામાં આવતું હોય છે.

પારંપરીક ગરબીનું આકર્ષણ
આ ઉપરાંત સુરતમાં પારંપરિક ગરબો પણ ખુબ જ પ્રખ્યાત છે. અને નવલા નોરતામાં પારંપરિક ગરબાની ખુબ જ માંગ હોય છે. ત્યારે આ વર્ષે સુરતમાં ગરબીઓ માંગ ખુબ જ વધી છે. આ વખતે શેરી ગરબાની પરવાનગી મળતા ગરબીઓની માંગમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં આ વખતે અલગ અલગ થીમ પર પારંપરિક ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે. કલાત્મક, આભલાં, ઝરી,સ્ટોન, ટીલડી અને વિવિધ રંગો ભાતવાળી સુંદર પારંપારીક ગરબીઓ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બની છે.

મોટા આયોજન ન થવાના હોવાથી શેરી ગરબા જ થવાના છે.
મોટા આયોજન ન થવાના હોવાથી શેરી ગરબા જ થવાના છે.

ગરબીઓના ઓર્ડરમાં વધારો થયો
જય પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિની તૈયારી જન્માષ્ટમી પહેલા જ શરુ કરી દીધી હતી. ઘરે ઘરે મુકવામાં આવતી ગરબીઓ બનાવવાની શરુઆત ૩ વર્ષ પહેલાથી જ કરીએ છીએ. જે પ્રકારની માંગ હોય તે પ્રકારની ગરબીઓ અમે બનાવીએ છીએ. અબલા, ટીબડી સહિતની ગરીબો બનાવીએ છીએ. માત્ર કાઠા વિસ્તાર જ નહી પરંતુ સુરત શહેરમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ ગરબીઓ લઇ જાય છે. આ વર્ષે જેમ જેમ નવરાત્રિઓ નજીક આવી રહી છે તેમ તેમ વધારે ગરબીઓના વધુ ઓર્ડર આવી રહ્યા છે.