બાપ્પાની વિદાયની તૈયારી:સુરતમાં શ્રીજીની સ્થાપના બાદ વિસર્જનની તૈયારી, 55000 પ્રતિમાઓનું વિસર્જન થશે

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
5 ફૂટથી મોટી પ્રતિમાઓનું હજીરામાં અને નાની પ્રતિમાંનું કુત્રિમ તળાવમાં થશેઃ પાલિકા કમિશનર. - Divya Bhaskar
5 ફૂટથી મોટી પ્રતિમાઓનું હજીરામાં અને નાની પ્રતિમાંનું કુત્રિમ તળાવમાં થશેઃ પાલિકા કમિશનર.

આગામી 9 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન છે. ત્યારે સુરત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. મનપા દ્વારા શહેરમાં 19 કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. ત્યારે મનપા કમિશ્નર દ્વારા આ કૃતિમ તળાવની મુલાકાત લીધી હતી અને કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. 5 ફૂટ જેટલી પ્રતિમાઓનું કુત્રિમ તળાવમાં વિસર્જન થશે. જ્યારે 5 ફૂટથી મોટી પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવાનું રહેશે.

કુત્રિમ તળાવની વ્યવસ્થા
ગણેશોત્સવની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં અંદાજીત 55 હજારથી વધુ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે આગામી આગામી 9 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન હોવાથી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. મનપા દ્વારા સુરત શહેરની અંદર તમામ ઝોનમાં કુત્રિમ તળાવ તૈયાર કરી દેવામાં આવ્યા છે. મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ ડક્કા ઓવારા ખાતે તૈયાર કરવામાં આવેલા કુત્રિમ તળાવની મુલાકાત લીધી હતી.

મોટી પ્રતિમાઓનું વિસર્જન હજીરામાં થશે
મનપા કમિશનરે જણાવ્યું હતું કે આગામી સમયમાં આવી રહેલા ગણેશ વિસર્જનને લઈને દરેક ઝોનમાં કુલ 19 કુત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ કુત્રિમ તળાવમાં 7123 જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. આ કુત્રિમ તળાવમાં 5 ફૂટ જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે 5 ફૂટથી મોટી પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવશે. વિસર્જનને લઈને મનપા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરમાંથી અંદાજિત 55000 જેટલી પ્રતિમાઓનું વિસર્જન થશે. 5 ફુટ કરતા મોટી પ્રતિમાઓનું વિસર્જન હજીરા ખાતે કરવામાં આવશે.

9 ઝોનમાં આ સ્થળે ત‌ળાવ હશે

1 અઠવા: ડુમસ ગામ-કાંદી ફળિયા (3), વીઆઇપી રોડ નંદની -3ની સામે 2. સેન્ટ્ર્લ: ડક્કા ઓવારા 3 વરાછા એ: સીમાડા હરે કૃષ્ણા એક્સપોર્ટસ પાસે 4 વરાછા બી: સરથાણા વી.ટી.સર્કલ નજીક, મોટાવરાછા રામ ચોક પાસે 5 લિંબાયત: નવાગામ-ડીંડોલી નંદનવન રો હાઉસ તરફ જતા રોડ પર 6 ઉધના-એ: ભેસ્તાન ફાયર સ્ટેશન પાસે સંગમનગર સોસાયટી પાછળ, રીંગરોડ જુની સબજેલવાળી જગ્યા 7 ઉધના-બી: સચીન સુડા સેકટર 3નો કોમન પ્લોટ 8 રાંદેર: પાલ RTO નજીક, જહાંગીરપુરા પરિશ્રમ પાર્કની બાજુમાં, અડાજણ બાપુનગર ઓવારા 9 કતારગામ: એચ-4 આવાસ પાસે, સિંગણપોર કોઝવે પાસે, ડભોલી વણઝારાવાસ ઓવારા તરફ, ઉત્રાણ મૌની સ્કુલ પાસે, કતારગામ લંકા વિજય ઓવારા પર.

વિસર્જનને લઈ ફેરફાર કરાયા, શહેરના આ રસ્તા બંધ રાખી સામે વૈકલ્પિક માર્ગ અપાશે
બંધ માર્ગ : ઉધના દરવાજા-નવસારી બજાર માર્ગ અન્ય વાહનો માટે બંધ.
વૈકલ્પિક માર્ગ : આંતરિક ગલીઓનો ઉપયોગ કરી શકશે.
બંધ માર્ગ : ચોક ચાર રસ્તાથી નહેરૂબ્રિજ થઈ શીતલ ચાર રસ્તા સુધીનો માર્ગ અન્ય વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : મક્કાઇપુલ તથા સરદારબ્રીજ, ચંદ્રશેખર આઝાદ બ્રીજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર, રિંગરોડ તરફ જઈ શકશે.
બંધ માર્ગ : મક્કાઇપુલથી નાનપુરા ચોકી થઇ અઠવાગેટ જતા રસ્તા બંને તરફથી અન્ય વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : આંતરિક રસ્તા મારફતે રિંગરોડ તરફ જઈ શકશે.
બંધ માર્ગ : અઠવાગેટથી SK નગર જતો રોડ અન્ય વાહનો માટે બંધ.
વૈકલ્પિક માર્ગ : એસ.કે.નગરથી અઠવાગેટ તરફનો જમણી બાજુનો રોડ, આવતા જતા તમામ વાહનવ્યવહાર માટે ખુલ્લો રહેશે.
બંધ માર્ગ : ડુમસ લંગરથી મોટી બજાર ઓવારાનો તમામા માટે બંધ.
વૈકલ્પિક માર્ગ : વિસર્જનના ખાલી વાહનો મોટી બજાર થઈ આવી શકશે.
બંધ માર્ગ : વિસર્જન બાદ વાહન કુવાડા 3 રસ્તાથી આવી શકશે નહિ.
વૈકલ્પિક : ડુમસમાં વિસર્જનના ખાલી વાહન મોટીબજાર થઈ આવી શકશે.
બંધ માર્ગ : દિલ્હીગેટ ચાર રસ્તાથી ચોકબજાર રાજમાર્ગ ગલીઓના રસ્તા વિસર્જન સિવાયના વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : દિલ્હીગેટથી લીનીયર સર્કલ, રિગરોડ, રાજમાર્ગ પર ખુલતી ગલીના વાહન આંતરિક રોડ-ચૌટા બ્રીજ નીચેથી જઈ શકશે.
બંધ માર્ગ : ચોકબજારથી મક્કાઇપુલ સર્કલ સુધીનો માર્ગ ખુલતી ગલીઓના રોડ વિસર્જન સિવાયના વાહનો માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ : સરદાર બ્રીજ તથા ચંદ્રશેખર આઝાદ બ્રીજ, આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગરોડ તરફ જઈ શકશે.
બંધ માર્ગ : અઠવાગેટથી નાવડી ઓવારા થઈ મક્કાઇપુલ તરફ કોઈપણ વાહનો જઈ શકશે નહિ.(વિસર્જન કરી આવી શકાશે)
વૈકલ્પિક માર્ગ : અઠવાગેટ સર્કલથી રિંગરોડ તરફ જઈ શકશે
બંધ માર્ગ : હજીરા-સચીન માટે વિસર્જન તથા એરપોર્ટ જતા વાહનો સિવાયના SK નગર બ્રીજના એપ્રોચ રોડથી જઈ શકશે નહીં.
વૈકલ્પિક માર્ગ : વાહનો એસ.કે.નગર બ્રીજ ઉપરથી જ જઈ શકશે.
બંધ માર્ગ : સચીન સુડા સેકટર કૃત્રિમ ઓવારાને અડીને સ્ટેટ હાઇવે બન્ને દિશામાં વિસર્જનના નાના વાહનો માટે જ ખુલ્લો રહેશે.
વૈકલ્પિક માર્ગ : તુલસી હોટલ તરફના રસ્તાનો ઉપયોગ કરવો.
બંધ માર્ગ : ડુમસ વિર્સજનના ખાલી વાહનો માટે કુવાડા 3 રસ્તા માર્ગ બંધ
વૈકલ્પિક માર્ગ : ડુમસ ઓવારા પર વિસર્જન બાદ ખાલી વાહનો ડુમસ મોટી બજાર થઈ લંગર થઈ સુરત ડુમસ રોડ ઉપર જઈ શકશે.

અન્ય સમાચારો પણ છે...