તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:અઠવાલાઇન્સની ત્યક્તા પર લગ્નની લાલચે બળાત્કાર ગુજારનારની આગોતરા કોર્ટ ફગાવી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીત આરોપીએ લગ્નનું નાટક કર્યું હતુ

ત્યક્તા સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારનાર પરિણીત આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષે નયન સુખડવાલા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલો કરી હતી.

અઠવાલાઇન્સ પોલીસે નોંધેલે કેસની વિગત મુજબ સામાજિક પ્રસંગમાં ફેનિલ દોશીની મુલાકાત ડિવોર્સી મહિલા સાથે થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. ઘરના સભ્યોને આ મિત્રતા પસંદ ન હોવાથી આરોપીના લગ્ન અન્ય યુવતી સાથે થયા હતા. ત્યારબાદ પણ આરોપીએ ફરિયાદી સાથે મિત્રતા કેળવીને પત્નીને છુટી કરી દેશે એવી વાતો કરીને ફરિયાદી સાથે શારિરીક સંબંધ પણ બાંધ્યા હતા. ફરિયાદી ગર્ભવતી બનતા લગ્નનું નાટક પણ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...