તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોના જીવ સાથે ચેડા:સુરતના પાલમાં લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ શરૂ, કોર્પોરેશને 25 હજારનો દંડ ફટકાર્યો

સુરત25 દિવસ પહેલા
પાલિકાના અધિકારીઓ પહોંચ્યા ત્યારે સ્કૂલમાં બાળકો હાજર હતા.
  • ત્રણથી ચાર દિવસથી પ્રિ સ્કૂલ ચાલુ કરવામાં આવી હોવાનું બાળકોએ જણાવ્યું
  • પ્રિ સ્કૂલ દ્વારા 9:30થી 11:00 સુધી બાળકોને બોલાવવામાં આવી રહ્યા હતા

કોરોના સંક્રમણને કારણે પ્રિ સ્કૂલ, શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. સરકાર કોરોના સંક્રમણ જોતા બાળકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે ચિંતિત છે. તેવા સમયે સુરતના પાલ વિસ્તારમાં આવેલી લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલમાં બાળકોને બોલાવવામાં આવી રહ્યા છે.

બાળકોને હવે ઓફલાઈન ક્લાસ ગ્રુપમાં બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. અંદાજે 10થી 12 જેટલા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા. જાણે કોઈનો ડર ન હોય તેમ કોરોનાની ગાઇડ લાઇનને નેવે મૂકીને સંચાલકોએ પોતાની મનમાની બતાવી હતી. પાલિકાના અધિકારીએ તાત્કાલિક અસરથી સ્કૂલ બંધ કરાવીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

બાળકોને સવારમાં દોઢ કલાક સ્કૂલમાં બોલાવવામાં આવતા હતા.
બાળકોને સવારમાં દોઢ કલાક સ્કૂલમાં બોલાવવામાં આવતા હતા.

સરકારની ગાઈડલાઈન્સનો ભંગ
શાળાઓમાં હજી પણ ઓફલાઈન એજ્યુકેશન આપવા માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. બાળકોને શાળાઓમાં કે આંગણવાડીઓમાં પણ બોલાવવામાં ન આવે તેવી સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. છતાં લિટલ મિલેનિયમ પ્રિ -સ્કૂલ દ્વારા 9:30થી 11:00 સુધી બાળકોને બોલાવવામાં આવી રહ્યા હતા.

બાળકોને વાલીઓ લેવા-મૂકવા આવતા હતા.
બાળકોને વાલીઓ લેવા-મૂકવા આવતા હતા.

પાલિકાના અધિકારી પહોંચતા બાળકો સ્કૂલમાં હાજર હતા
સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને આ બાબતની જાણ થતાં રાંદેર વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર અશ્વિન રાવલ લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલમાં પહોંચ્યા હતા. તેમણે જોયું કે દસથી બાર જેટલા ભૂલકાઓ શાળામાં હાજર હતા. અધિકારીઓ દ્વારા પૂછતા તેમણે જણાવ્યું કે ત્રણથી ચાર દિવસથી પ્રિ સ્કૂલ ચાલુ કરવામાં આવી છે. અધિકારીએ તાત્કાલિક અસરથી સ્કૂલ બંધ કરાવીને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ જ્યાં સુધી સરકાર ની નવી એસ ઓફિસ ના આવે ત્યાં સુધી શાળા બંધ રાખવા માટે કડક સૂચના આપી હતી.