કાર્યવાહી:23 ગુનાના આરોપી પ્રવીણે 15 વર્ષમાં ખંડણી-લૂંટમાંથી કરોડો બનાવ્યા, 3 ગેંગમાં 90 પન્ટરો

સુરતએક મહિનો પહેલાલેખક: રિતેશ પટેલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 18 વર્ષની ઉમરે બિહારથી સુરત આવેલા રાઉતે દારૂના ધંધાથી ગુનાખોરીની દુનિયામાં એન્ટ્રી કરી હતી
  • ફાયરિંગ કરી હત્યાની કોશિશ, હત્યા, ઘાડ સહિત 17 ગુનામાં જેલમાં ધકેલાયો હતો

23 જેટલા ગુનાના કુખ્યાત આરોપી પ્રવીણ રાઉતને સુરત અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન કરી બિહારથી ઝડપી પાડ્યો હતો.બિહારના ગોરમા ગામે 1987માં જન્મેલા અને ધો.8 સુધી અભ્યાસ કરી મજૂરી કરવા માટે 18 વર્ષની ઉંમરે માથાભારે પ્ર‌‌વીણ રાઉત સુરત આવી પાંડેસરામાં 2005માં લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો.

બે વર્ષ નોકરી કર્યા પછી તેને દારૂમાં વધારે પૈસા દેખાતા ખેપ મારવાની શરૂ કરી હતી. વર્ષ 2007માં દારૂના ગુનામાં પહેલીવાર પકડાયો હતો. જેલમાં અન્ય ગુનેગારો સાથે ઓળખાણ થતા બાદમાં તેણે લૂંટ, ઘાડ, ચોરી, ખંડણી હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપ્યા હતાં. 3 ચકચારિત મર્ડર કેસમાં પણ તેની ભૂમિકા છે. પ્રવિણ 3 ગેંગ ઓપરેટ કરે છે. જેમાં મનીયા ડુક્કરની ગેંગ, પોતાની ગેંગ તેમજ ત્રીજી આલોકની ગેંગ ઓપરેટ કરે છે. તેની પાસે સુરતમાં 90 પન્ટરો છે ઉપરાંત બિહાર અને ઓરિસ્સામાં 30 થી 40 જેટલા પન્ટરો છે.

ઉઘોગપતિના નંબરો કોણ આપતું હતું તેની તપાસ જરૂરી
પ્રવીણ બિહારથી ફોનથી સુરતના ઉઘોગપતિઓ પાસે ખંડણી માંગતો હતો. ત્યારે તેનેે ઉઘોગપતિના નંબરો કોણ આપતું હતું તેની પોલીસ તપાસ કરાવે તો તેના ખાસ 4 પન્ટરોના નામો બહાર આવી શકે છે. આ પન્ટરો ઉઘોગપતિને ઓફિસે બોલાવી પ્રવિણ રાઉત સાથે વાત કરાવી સમાધાન કરાવી મોટી રકમ લેવામાં પણ માહેર છે.

2007થી2022 સુધી અનેક ગુના આચર્યા
છેલ્લા 15 વર્ષમાં બુટલેગર થઈ મોટો ‘ભા’ બનવાના અભરખા રાખતા પ્રવીણે 23 ગુના અંજામ આપ્યા છે. 17 ગુનામાં જેલમાં જઈને આવ્યો છે વર્ષ 2007 થી 2022 સુધીમાં 4 હત્યા, હત્યાની કોશિશ-2, ખંડણી-3, લૂંટ-2, ધાડ-5, હથિયારો સાથે-3 અને ચોરીનો એક ગુનો છે. હજુ પણ તેના વિરૂધ્ધમાં ઘણા ગુનાઓ છે જો કે લોકો પોલીસ ફરિયાદ કરવા ડરી રહ્યાં છે.

પન્ટરોના નામે કરોડોની મિલકત ઉભી કરી
ડિંડોલી અને ઉધનામાં પ્રવીણે તેના પન્ટરોના નામે પ્લોટો, દુકાનો અને ફલેટો સહિતકરોડોની મિલકતો હોવાની વાત છે. આ બાબતે પોલીસ તપાસ કરે તો બેનામી મિલકતો બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...