તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અતૂટ બંધન:જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા 19 વર્ષીય ભાઈ માટે પ્રજ્ઞાચક્ષુ બહેન તારણહાર બની, પોતાની કિડની આપી જીવ બચાવશે

સુરતએક મહિનો પહેલાલેખક: મોઈન શેખ
 • કૉપી લિંક
પિતાને વકીલે સરકારી યોજનાનો લાભ અપાવવા મદદ કરી હતી. - Divya Bhaskar
પિતાને વકીલે સરકારી યોજનાનો લાભ અપાવવા મદદ કરી હતી.
 • પાંડેસરાની બહેન સુષ્માએ કહ્યું, હું કિડની આપીશ તો મારો ભાઈ જિંદગીનો સહારો બનશે
 • જે દીકરીને કારણે નિરાશ થતા હતા તેણે જ એકના એક દીકરાની જિંદગી બચાવી

રક્ષાબંધન કે ભાઇબીજના અવસરે બહેન ભાઇના લાંબા આયુષ્યની કામના કરે છે તેની સામે બહેનની છેલ્લા શ્વાસ સુધી સુરક્ષાનો કોલ આપે છે. ભાઇ-બહેનનો આ અતૂટ પ્રેમ હાલ પાંડેસરના સંતરામ ભાઇના પરિવારમાં જોવા મળ્યો છે. પાંડેસરા-બમરોલી રોડની જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતાં સંતરામ હરીજન સંચાના કારખાનામાં કામ કરે છે. તેમને 5 દીકરી અને 1 પુત્ર છે. જોકે તે પૈકી બે દીકરી વિકલાંગ અને એકનો એક પુત્ર જીતેન્દ્ર હાલ 19 વર્ષનો છે. જેેની કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી છે.

સંતરામભાઇએ પુત્રને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતાે છતાં ડોનર મળ‌વું મુશ્કેલ હોવાથી માતા-પિતા સહિત બહેનોએ એક કિડની જીતેન્દ્ર ઉર્ફે લાલુને આપવાની તૈયારી દર્શાવી હતી પણ માતા-પિતાની વૃદ્ધાવસ્થાના લીધે દીકરી સુષ્માએ તાત્કાલિક ઓપરેશન કરીને ભાઇને કિડની આપી જીવન બચાવવા તૈયારી કરી અમદાવાદ રવાના થયા છે. જન્મજાત પ્રજ્ઞાચક્ષુ બહેન સુષ્માએ કહ્યું કે, હું કિડની આપીશ તો મારો ભાઈ મારી આંખો બની મારી જીંદગીનો સહારો તો બનશે.

પિતાને વકીલે સરકારી યોજનાનો લાભ અપાવવા મદદ કરી હતી.
પિતાને વકીલે સરકારી યોજનાનો લાભ અપાવવા મદદ કરી હતી.

લાંબી સારવારના લીધે માથે દેવાનો ડુંગર થયો
સામાન્ય નોકરી અને લાંબી સારવારના લીધે માથે દેવું થયું છે. જોકે વધુ સારવાર માટે તબીબે કિડની ડોનર શોધી ટ્રાન્સ્પલાન્ટ ઓપરેશનનું કહેતાં ચિંતામાં મુકાયાં હતાં. સારવારના જ ફાંફાં હતાં ત્યાં ડોનરનું કહેતાં અમે ચિંતામાં હતા. અમારી દીકરી ભાઇ અને પરિવાર માટે તારણહાર બની છે. > સંતરામભાઇ, દર્દીના પિતા

કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી.
કિડની ફેઇલ થતાં કિડની ટ્રાન્સ્પલાન્ટની નોબત આવી.

શહેરી BPLમાં નોંધ થતાં ઓપરેશન ફ્રી થશે
સુવર્ણ જયંતિ રોજગાર યોજના હેઠળ વર્ષ 2009માં સંતરામભાઇએ રાશન કાર્ડ બનાવ્યો હતો. જોકે આ યોજના 2014માં બંધ થતા પુત્રના કિડની ટ્રાન્સ્પલાન્ટનો ખર્ચ કરવો પડયો હતો. સંતરામના કાર્ડની જુની તારીખ પ્રમાણેની નોંધ યુસીડીમાં મળતાં બીપીએલ કાર્ડથી હવે સારવાર સરકારી ખર્ચે થશે. > સમીર બોઘરા, વકીલ, કાપોદ્રા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો