તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:જિલ્લામાં કાલથી ધો.12ની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • બારડોલી સહિતના 7 સેન્ટર પર પરીક્ષા

બારડોલી, માંડવી, કિમ અને વાંકલમાં મંગળવારથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થશે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ જણાવ્યું છે કે 30 માર્ચ, 2021થી બારડોલી, માંડવી, કિમ અને વાંકલના મળી 7 સેન્ટર પર ધો. 12-વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા લેવાશે. આ પરીક્ષા સેન્ટર પર કોવિડની ગાઇડ લાઇનનું પાલન કરવાનો આદેશ કરાયો છે.

વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને સેનિટાઇઝર લઇને આવવાનું રહેશે. શિક્ષણ બોર્ડે આ વખતે માર્ચ મહિનાની જગ્યાએ મે મહિનામાં મુખ્ય જાહેર પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

સુરત સિટી સહિતના 6 સેન્ટરની પરીક્ષા મોકૂફ
કોરોનાના કેરને જોતા શિક્ષણ બોર્ડ વરાછા, કામરેજ, સુરત સિટી, રાંદેર, નાનપુરા અને ઉધના મળી 189 સેન્ટરની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા મોકૂફ કરાઇ છે. આ સેન્ટરની પરીક્ષાની તારીખ શિક્ષણ બોર્ડ આગામી દિવસોમાં જાહેર કરનારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો