રજૂઆત:ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલ માટે PPP ધોરણે જગ્યા માંગી, પાલિકાને ભાગીદાર બનાવવા એસોસિએશનનો ઇનકાર

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરાછા રોડ જેવી જ જગ્યા ફાળવવા રજૂઆત

ડાયમંડ એસોસિએશનની હોસ્પિટલમાં પાલિકાને ભાગીદારી માટે એસોસિએશને ઈન્કાર કરી વરાછા રોડ પર જેવી રીતે જગ્યા ફાળવાઈ તે રીતે જ જગ્યા આપવા માટે માંગ કરવામાં આવી છે. એસોસિએશને વરાછા ચોપાટી પાસે હોસ્પિટલનું નિર્માણ કર્યું છે.

જેને સારો પ્રતિસાદ મળ્યા પછી વરાછામાં બીજી હોસ્પિટલ બનાવવા માટે એસોસિએશને પાલિકા પાસે જગ્યા માંગી હતી. ટી.પી સ્કિમ નંબર-24, મોટા વરાછા ઉત્રાણ પાલિકાની સેલેબલ ફોર કોમર્શિયલ હેતુ માટે અનામત ફાઈનલ પ્લોટ નંબર 193વાળી, 10,735 ચોરસ મીટર જમીન માંગવામાં આવી હતી. સાથે જ કેમ્પસમાં નર્સિંગ કોલેજ તથા મેડિકલ સ્ટુડન્ટ માટે હોસ્ટેલ બનાવવાનું પણ આયોજન રજૂ કરાયુ હતું.

વરાછામાં સારી અને સસ્તી આરોગ્ય સેવા મળવી જરૂરી
ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટના મંત્રી દિનેશ નાવડિયાએ કહ્યું કે, વરાછાના લોકોને સસ્તા દરે સારી સેવા મળે તે માટે હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. અમારી માગણી છે કે, પહેલી હોસ્પિટલ બનાવવા માટે જેવી રીતે પાલિકાએ જગ્યા આપી તે રીતે જ આપે.’

અન્ય સમાચારો પણ છે...