દિલ્હીમાં નાણાં મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ તથા વર્લ્ડ બેંક ગૃપની સંયુક્તિમાં રાષ્ટ્રીય કક્ષાના એક વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં સુરતમાં પાલિકા સંચાલિત પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલની સફળતાઓ પર પ્રેઝન્ટેશન અપાયું હતું.
વર્કશોપમાં સરકારના વિવિધ વિભાગોના સચિવ, વર્લ્ડ બેંક તેમજ અમેરિકાના પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રના એક્સપર્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. વર્કશોપમાં હાજરી માટે પહોંચેલા સુરત પાલિકા કમિશનરે ‘રોલ ઓફ PPP ઈન મ્યુનિસિપલ ફાયનાન્સીંગ’ સબ્જેક્ટ પર પ્રેઝન્ટેશન આપી મ્યુનિસિપલ બોન્ડની પણ માહિતી રજૂ કરી હતી. તાજેતરમાં જ પાલિકા કમિશનરની બુક ‘યુ.એસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઓલ અબાઉટ મ્યુ.બોન્ડ-ગ્લોબલ કેસ સ્ટડી-2022’ લોન્ચ થઈ હતી, તે મુદ્દે પણ વર્કશોપમાં તેમણે જાણકારી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.