તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મોકૂફ રખાયેલી ચેમ્બરના ઉપપ્રમુખની ચૂંટણી 27 જૂને

સુરત7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપપ્રમુખ પદ માટે 3 સભ્ય દાવેદાર

સુરતમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી 27મીએ યોજવા માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મંજુરી આપી છે. દર વર્ષે સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ સુધીમાં વાઈસ પ્રેસિડન્ટની ચૂંટણીનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ કોરોનાના કેસ વધવાને કારણે આ વર્ષે ચૂંટણીને મોકૂફ રખાઈ હતી. કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાને કારણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચૂંટણી યોજવા માટે કલેક્ટર ધવલ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાને કારણે કલેક્ટર દ્વારા 27મી જૂનના રોજ ચૂંટણીનું આયોજન કરવા માટે પરવાનગી આપી છે. જો કે, આ ચૂંટણી કોરોનાની ગાઈડ લાઈનનું અમલ કરીને યોજવા માટે કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડવા માટે હિમાંશુ બોડાવાળા, દિપક શેઠવાળા તથા મિતીશ મોદી વચ્ચે હરીફાઇ જામશે. ચેમ્બરના નવા પ્રમુખના પદ માટે ઉપપ્રમુખ આશિષ ગુજરાતી બિનહરીફ પસંદગી પામ્યા છે. ચેમ્બરના નવા વરાયેલા પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ જુલાઇના બીજા સપ્તાહમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...