ગ્રુપમાં 'ગંદી બાત':સુરતમાં વોટ્સઅપ ગ્રુપ AAP Suratમાં અશ્લીલ GIF મૂકાતા વિવાદ, આપના સંગઠન મંત્રીએ કહ્યું- આ ગ્રુપની સાથે કોઈ જ સંબંધ નથી

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
અશ્લીલ GIF હોવાના કારણે બ્લર કરવામાં આવી છે. - Divya Bhaskar
અશ્લીલ GIF હોવાના કારણે બ્લર કરવામાં આવી છે.
  • વોટ્સઅપ ગ્રુપના એડમિન પાલિકાની ચૂંટણીના ઉભા રહેલા મહિલા ઉમેદવાર
  • આપના સંગઠન મંત્રીએ કહ્યું- આ ગ્રુપમાં આપનો કોઇ જવાબદાર હોદ્દેદાર નથી

આમ આદમી પાર્ટીનાં નામથી બનેલા વોટ્સઅપ ગ્રુપમાં અશ્લીલ GIF મૂકાતા સુરત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. AAP Surat નામથી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં યુવક દ્વારા અશ્લીલ GIF મૂકવામાં આવી છે. જેને લઇને ગ્રુપની મહિલા સભ્યો પણ અચરજમાં મૂકાઈ ગઈ હતી. રાજકીય પાર્ટીના નામે બનેલા ગ્રુપમાં આ પ્રકારે અશ્લીલ પોસ્ટ થઈ હોય તેવી આ પહેલી ઘટના નથી.

મહિલાના વોટ્સઅપ ગ્રુપના એડમિન
આમ આદમી પાર્ટીના કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહેલા મહિલાના વોટ્સઅપ ગ્રુપમાં આ GIF મૂકાયું હોવાનું જાણવા મળ્યું છે. મહિલા વોર્ડ નંબર 27માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તેમના દ્વારા જે તે સમયે AAP Surat નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું. જેમાં મહિલા ઉમેદવાર પોતે તેમજ મહિલાઓ પણ સક્રિય છે.

સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છેઃ સંગઠન મંત્રી
આમ આદમી પાર્ટીના શહેર સંગઠન મંત્રી રજની વાઘાણીએ જણાવ્યું કે અમારે આ ગ્રુપની સાથે કોઈ જ સંબંધ નથી. આ ગ્રુપ કોનું છે તે અંગે પણ અમને કોઈ માહિતી નથી. ગ્રુપના એડમિન મહિલા આમ આદમી પાર્ટી સાથે અત્યારે કોઈ પણ પ્રકારે જોડાયેલા નથી. અમારા ધ્યાન પર આ વાત આવી છે પરંતુ એમાં અમારા કોઈ હોદ્દેદારો કે નેતાઓ પણ ગ્રુપમાં ન હોવાનું જાણવા મળ્યું છે. છતાં પણ અમારા દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું અમે વિચારી રહ્યા છે. જો આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટેનું કોઈ કાવતરું રચ્યું હશે તો તેનો પણ અમે પર્દાફાશ કરીશું.