• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Posters In Udiya Language Saying 'If You Go To Factory Without Price Increase, Textile Factories Shut Down In Surat's Anjani Industries

કામદારોને ઉશ્કેરવા પ્રયાસ:સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં 'ભાવ વધારા વગર કારખાનામાં જશો તો માર ખાશો'તેવા ઉડિયા ભાષામાં  પોસ્ટર લાગ્યા, કાપડની ફેક્ટરીઓ ઠપ્પ

સુરત17 દિવસ પહેલા
કામદારો કામ પર ન આવતાં કારખાના ઠપ્પ થઈ ગયાં છે.
  • દિવાળીની રજા પૂર્ણ થતા લગ્નસરાની સિઝનમાં જ કામદારોને ઉશ્કેરવા પ્રયાસ

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઝની અંદર હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં રોજના 25 લાખ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. જે હાલ ઠપ્પ ગયું છે. જેથી ઉત્પાદન ઉપર ખૂબ જ મોટી અસર પડી રહી છે. જો આવી જ રીતનો આગામી દિવસોમાં માહોલ રહેશે ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું નુકસાન થશે તેવું ઇન્ડસ્ટ્રીના સંચાલકોમાં ચિંતા સાથે જણાવી રહ્યાં છે.

કામદારોની માતૃભાષામાં પોસ્ટર લખીને કારખાના બહાર લગાવવામાં આવ્યાં છે.
કામદારોની માતૃભાષામાં પોસ્ટર લખીને કારખાના બહાર લગાવવામાં આવ્યાં છે.

ઉડિયા ભાષામાં પોસ્ટર લાગ્યાં
અંજની ઇન્ડસ્ટ્રીઝ એક અને બેની અંદર અંદાજે 400 થી 500 જેટલા કારખાના આવેલા છે. દિવાળી બાદ હવે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. તે પહેલાં જ ઉડિયા કારીગરો દ્વારા પોતાની માંગ મુકવામાં આવી રહી છે. અંજની ઇન્ડસ્ટ્રીમાં હાલ અન્ય ઇન્ડસ્ટ્રીયલ કરતા 15થી 25 પૈસા મીટર પર વધારે આપવામાં આવે છે. છતાં પણ ઉડિયા કારીગરોએ આ પ્રકારના લખાણ ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર મારી દેતા કેટરીના સંચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે. અંદાજે 30 થી 32 હજાર કામદારો રોજીરોટી મેળવે છે. ઉડિયા કામદારોમાંના કેટલાક ઉપદ્રવી તત્વો આ પ્રકારનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીમાં ઊભો કરે છે.

અમુક તત્વો દ્વારા કામદારોને ઉશ્કેરવા પ્રયાસ કરાતો હોવાનું કારખાનેદારો કહેવાઈ રહ્યું છે.
અમુક તત્વો દ્વારા કામદારોને ઉશ્કેરવા પ્રયાસ કરાતો હોવાનું કારખાનેદારો કહેવાઈ રહ્યું છે.

સમયાંતરે ઉપદ્રવીઓ ઉશ્કેરાટ પેદા કરે છે
અંજની ઈન્ડસ્ટ્રી વિભાગ-2ના પ્રમુખ વિજય માંગુકિયા જણાવ્યું કે, અંજની ઇન્ડસ્ટ્રીમાં કાપડનું ઉત્પાદન હાલ સંપૂર્ણ રીતે ઠપ્પ છે. કેટલાક કામદારો અહીં સમયાંતરે ઉપદ્રવ કરતા હોય છે. તેમના દ્વારા અલગ-અલગ કારખાનાઓના ગેટ ઉપર ઉડિયા ભાષામાં લખાણ લખ્યું છે કે, ભાવ વધારો જ્યાં સુધી આપે નહીં ત્યાં સુધી અહીં કામ પર આવવું નહીં. અને જો કામ પર આવશો તો તમને માર પડશે. જોકે મહત્વની બાબત એ છે કે, દર બે વર્ષે આ પ્રકારના લખાણ તેમના દ્વારા લખવામાં આવી રહ્યા છે. 2017 થી 2021 સુધી દર બે વર્ષે માહોલ બગાડવાનો પ્રયાસ થાય છે.