તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગરીબ VS અમીર, મોટા વરાછામાં ઝુંપડામાં આગ ચાંપનારા બે ઝબ્બે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • 100થી 150ના ટોળાએ ફિલ્મી ઢબે ઝુંપડા સળગાવ્યા હતા
 • મામલો ગંભીર બનતા હવે આ કેસની તપાસ ACPને સોંપાઈ

‘અમારી સોસાયટી પાસે ઝૂંપડાં બાંધી કેમ રહો છો’ કહીને સ્થાનિકોના ટોળાએ હિન્દી ફિલ્મોમાં જોવા મળતા દ્રશ્યોની જેમ ઝૂંપડામાં આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગરીબોના કપડાં અને તમામ ઘર-વખરી સામાન સળગી જતા હવે ફુટપાથ રહેવાની નોબત આવી છે. આ કેસમાં અમરોલી પોલીસ પાસેથી તપાસ આંચકી લઈ એસસી/એસટી સેલના એસીપી આર.કે.ઝાલાને સોંપવામાં આવી છે.

હાલમાં પોલીસે બે સ્થાનિકોને પકડી પાડ્યા છે. જેમાં મોટા વરાછામાં એકતા રો-હાઉસમાં રહેતા 36 વર્ષીય રાકેશ ભાઈલાલ ઘડીયા અને શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા 57 વર્ષીય બાબુ વશરામ માલવીયાની ધરપકડ કરી છે. બન્ને જણાએ ટોળામાં સામેલ હતા અને મજૂરોને ધમકી આપી હતી. રાકેશ ટેક્સટાઇલમાં જોબ વર્ક અને બાબુ મકાનની દલાલી કરે છે. પોલીસે ફરિયાદમાં આરોપી તરીકે શાંતિનિકેતન સોસાયટી, પંચકુટિર સોસાયટી, એકતા રો-હાઉસ, દ્વારકેશનગરી-2ના આશરે 30થી 40ના અજાણ્યા ટોળા સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.

અમે જીવ બચાવી ભાગ્યા, કંઈ બચ્યુ નહીં
રહેવાસી મશુલ ડામોર જણાવ્યું કે અમે મોટા વરાછામાં ઝૂંપડામાં 8 વર્ષથી અહીં રહી છીએ, 23મી રાત્રે અચાનક 30થી 40નું ટોળું હાથમાં લાકડા લઈને મારા ઝૂંપડામાં આવી ગયું હતું. હજુ અમે કંઈ પૂછવા જઈએ એટલામાં ટોળાંએ મને ધમકી આપી કે, અહીંથી ભાગો, જેથી હું પરિવાર સાથે જીવ બચાવીને ભાગ્યો, અમે બધા જીવ બચાવી ઝાડીમાં સંતાઈ ગયા હતા. ટોળાએ એક ઝૂંપડામાં તોડફોડ કરી બાકીના 3 ઝૂંપડાંઓમાં આગ ચાંપી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો