તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિલિજન:30મીએ કારતક મહિનાની પૂનમ, નદીમાં સ્નાન કરી દીપદાન કરવાથી ધન અને માન-સન્માન વધે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિવજી, ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય અને નંદીની પૂજા કરવાથી લાભ થશે

સોમવારે 30 નવેમ્બરના રોજ કારતક મહિનાની અંતિમ તિથિ પૂનમ છે. આ તિથિએ ગુરુનાનક દેવની જયંતી પણ છે. જયોતિષી આશિષ રાવલે જણાવ્યાં પ્રમાણે, આ તિથિએ ભગવાન વિષ્ણુનો મત્સ્ય અવતાર થયો હતો. આ પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં આ તિથિએ શિવજીએ ત્રિપુરાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો, આ કારણે તેને ત્રિપુરારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.

કાર્તિક પૂર્ણિમાએ ગરીબોને ફળ, અનાજ, દાળ, ચોખાનું દાન કરવું
એક અન્ય માન્યતા છે કે, આ દિવસે દેવતાઓની દિવાળી હોય છે. એટલે તેને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. આ દિવસથી કારતક મહિનાનું સ્નાન પૂર્ણ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ માટે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઇએ. પવિત્ર નદીઓમાં સ્નાન કરી દીપદાન, પૂજા, આરતી અને દાન કરાય છે. કાર્તિક પૂર્ણિમાએ ગરીબોને ફળ, અનાજ, દાળ, ચોખા, ગરમ કપડાંનું દાન કરી શકાય છે. કાર્તિક પૂર્ણિમાના દિવેસ પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું. સ્નાન કરતી સમયે બધા જ તીર્થનું ધ્યાન કરવું જોઇએ. સ્નાન કર્યા પછી સૂર્યને જળ ચઢાવવું. શિવલિંગ ઉપર જળ ચઢાવીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. અભિષેક કરો. કપૂર પ્રગટાવીને આરતી કરો. શિવજી સાથે જ ગણેશજી, માતા પાર્વતી, કાર્તિકેય સ્વામી અને નંદીની પણ વિશેષ પૂજા કરો. પૂર્ણિમાએ હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

દેવ દિવાળીએ કરાતી પૂજાથી થતા ફાયદા
દેવ દિવાળીના દિવસે પૂજા કરવાથી ધન-દોલત, ઐશ્વર્ય સાથે માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. સર્વ કાર્ય સિદ્ધ થાય છે તથા મનોતી પૂરી થાય છે. જીવનમાં સમસ્યાઓ આવતા પહેલા તે સમસ્યાનો ઉકેલ આવી જાય છે. ચીરકાલીન લક્ષ્મીનો વાસ રહે છે અને અકાળ મૃત્યુ ટળે છે.

અન્ય સમાચારો પણ છે...