આંદોલનમાં 'આપ'ઊતર્યુ:ગુજરાત પોલીસના હક્ક સોશિયલ મીડિયા પર ચાલતા આંદોલનમાં રાજનીતિ શરૂ, આમ આદમી પાર્ટીએ સુરતમાં આવેદનપત્ર આપ્યું

સુરત3 મહિનો પહેલા
આપના કાર્યકરો દ્વારા પોલીસના સમર્થનમાં દેખાવો કરાયા હતાં.
  • ગ્રેડ પેની માગ સાથે શરૂ થયેલા પોલીસના આંદોલનમાં આપ પણ જોડાયું

પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પે ગ્રેડની માંગણી સાથે શરૂ કરાયેલા આંદોલનમાં રાજનીતિ શરૂ થઈ છે.આપ દ્વારા ગુજરાત પોલીસ ના હક્ક અધિકાર માટે પોલીસના સમર્થનમાં પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે.જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ને રાખવામાં આવ્યા છે. (1) પોલીસનો પગાર વધારવા, (2) પોલીસની બદલીમાં રાજકીય દખલગીરી બંધ કરવા, (3) પોલીસને બિનજરૂરી ટાર્ગેટ આપવાનું બંધ કરવા, (4) એસ.આર.પીને જિલ્લા વાઈઝ સ્થાયી કરવા, (5) મહિલા પોલીસને મકાન ફાળવણીમાં પ્રાથમિકતા આપવા તેમજ કચેરીમાં પ્રાઈવસી આપવા, (6) પોલીસનું યુનિયન બનાવવા સહિતના મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

પોલીસને હક્ક મળે તે માટે આપ લડત છેક સુધી ચલાવશે તેમ કહેવાયું હતું.
પોલીસને હક્ક મળે તે માટે આપ લડત છેક સુધી ચલાવશે તેમ કહેવાયું હતું.

આપએ સમર્થન જાહેર કર્યું
ગુજરાતની સુરક્ષા અને સલામતીમાં પોલીસનો ખુબ મોટો ફાળો છે. ગુજરાત પોલીસના કારણે આપણે તહેવારો અને પ્રસંગો શાંતિથી ઉજવી શકીએ છીએ. આજે ગુજરાત પોલીસનું ઋણ અદા કરવા આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર ઉતરીને સમર્થન કરી રહી છે.

સુરત પાલિકાના વિપક્ષના નેતા સહિતના આપના કાર્યકરોએ નારેબાજી કરી હતી.
સુરત પાલિકાના વિપક્ષના નેતા સહિતના આપના કાર્યકરોએ નારેબાજી કરી હતી.

નિરાકરણ લાવવા રજૂઆત-આપ
આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, જો ગુજરાતની પોલીસના અધિકારોનું જ હનન થતું હોય તો પછી ગુજરાતની જનતાના અધિકારોની શું વાત કરવી?. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સૌના અધિકાર માટે લડતી પાર્ટી છે. જે જે વ્યક્તિ કે સમૂહના અધિકારોનું હનન થતું હોય ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા મજબૂત અવાજ ઉઠાવશે.ઉચ્ચ પોલીસ અધિકારીઓના માધ્યમથી સરકારને રજૂઆત છે કે, પોલીસના પ્રશ્નોનું વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે નહિતર આગામી દિવસોમાં પોલીસના અધિકારો માટે આમ આદમી પાર્ટી આંદોલન ઉપર ઉતરશે.

અન્ય સમાચારો પણ છે...