તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની બલિહારી:સુરતમાં શેરી-મહોલ્લાનું રાજકારણ ઘર સુધી પહોંચ્યું, ભાજપનાં મહિલા ઉમેદવારના પતિ કોંગ્રેસમાં જોડાતાં રાજકીય માહોલ ગરમાયો

સુરત3 મહિનો પહેલા
ડાબે મહેશ આહીર કોંગ્રેસમાં જોડાઈને પ્રચાર કરી રહ્યા છે, જ્યારે જમણે મનીષા આહીરને ભાજપ વોર્ડ નંબર 15માંથી ટિકિટ આપતાં તેઓ મત માગી રહ્યાં છે.
  • કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાત સાથે સભા ગજવતા મહેશ આહીરે કહ્યું, હું સત્યની સાથે છું
  • ભાજપના વોર્ડ નંબર 15ના ઉમેદવાર મનીષા આહીરે કહ્યું, લોકશાહીમાં દરેકને અધિકાર છે

રાજકારણમાં એક કહેવત છે કે કોઈ ક્યારેય કાયમી દુશ્મન અને મિત્ર હોતા નથી; આવો જ ઘાટ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બરાબર જામેલા માહોલમાં જોવા મળી રહ્યો છે. શેરી-મહોલ્લાને લઈને ચાલતી ચૂંટણીનું રાજકારણ ઉમેદવારોનાં ઘર સુધી પહોંચી ગયું હોય એવું સામે આવી રહ્યું છે. વોર્ડ નંબર 15નાં ભાજપનાં ઉમેદવાર મનીષા આહીરના પતિ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહિ, પરંતુ કોંગ્રેસ વતી પ્રચાર પણ કરી રહ્યા છે, જેથી મહાનગરપાલિકાની ચૂંટણી ચરમસીમા પર પહોંચી ગઈ હોય એવું સામે આવી રહ્યું છે. એક જ ઘરનાં પતિ-પત્ની હાલ અલગ અલગ પક્ષ તરફ છે; ત્યારે ઉમેદવાર મનીષા આહીરે કહ્યું હતું કે લોકશાહીમાં દરેક અધિકાર છે પોતાની વાત મૂકવાનો. જ્યારે મહેશ આહીરે કહ્યું હતું કે હું સત્યની સાથે છું, અધર્મીની સાથે નથી.

પતિ-પત્ની અલગ અલગ પક્ષ માટે મતદારોને અપીલ કરે છે
ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 15માં મહિલા ઉમેદવાર તરીકે મનીષા આહીર કરંજ મગોબ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. ઉમેદવારીપત્ર ભર્યા બાદ મનીષા આહીર દ્વારા તેમના મત વિસ્તારમાં જઈને ચૂંટણીપ્રચાર કરાઈ રહ્યો છે. મનીષા આહીર તમામ મતદારોને ભારતીય જનતા પાર્ટીને જ મત આપવા માટે અપીલ કરી રહ્યાં છે. તો બીજી તરફ, તેના જ પતિ કોંગ્રેસમાં જોડાઈને કોંગ્રેસ તરફ સક્રિય થયા છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાએ જોર પકડયું છે.

મનીષા આહીર(ફાઈલ તસવીર)એ કહ્યું હતું કે લોકશાહીમાં બધાને બધા અધિકાર છે.
મનીષા આહીર(ફાઈલ તસવીર)એ કહ્યું હતું કે લોકશાહીમાં બધાને બધા અધિકાર છે.

લોકશાહીમાં દરેકને પોતાની વાત કહેવાનો અધિકાર
પોતાના ઘરમાં જ ભાજપ અને કોંગ્રેસ બન્ને એકસાથે જોવા મળી રહ્યાં છે; ત્યારે મનીષા આહીરે કહ્યું હતું કે લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ પોતાની રીતે રાજકીય પક્ષ પસંદ કરીને એના માટે કાર્ય કરી શકે છે. પોતાની વાત કહેવાનો અધિકાર છે. આપણે કોઈને રોકી શકીએ નહીં, પરંતુ હું માનું છું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસને વરેલી છે, તેથી હું ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર બનીને ભાજપની વિકાસયાત્રામાં યોગદાન આપવા માગું છું.

મહેશે કોંગ્રેસમાં જોડાઈને પ્રહારો કર્યા
મનીષા આહીર સશક્ત મહિલાનો ઉદાહરણ આપતા તે પોતે ભારતીય જનતા પાર્ટીમાંથી જ વિજય થશે એ પ્રકારની વાત કરી રહ્યાં છે. બીજી તરફ, તેમના પતિ મહેશ આહીર કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પ્રતાપ દૂધાતના હસ્તે ખેસ પહેરીને પંજાનો હાથ પકડ્યો છે. મહેશ આહીરે કહ્યું હતું કે હું સત્યની સાથે છે, અધર્મીની સાથે નહીં.

મહેશ આહીરે કોંગ્રેસનો હાથ પકડીને કહ્યું, હું સત્યની સાથે છું.
મહેશ આહીરે કોંગ્રેસનો હાથ પકડીને કહ્યું, હું સત્યની સાથે છું.

મહેશ આહીર એક શિક્ષક છે
ભાજપનાં વોર્ડ નંબર 15નાં ઉમેદવાર મનીષા આહીર પત્રકાર છે, તો તેમના પતિ શિક્ષક છે. જોકે આખરે પતિ-પત્ની બે અલગ અલગ પાર્ટીઓમાં જોડાઈ જતાં સુરતમાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ બેઠક પરનું રાજકીય સમીકરણ-ગણિત નવું શું લાવે છે એ જોવું રહ્યું...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો