રાજનીતિ:કેજરીવાલે સુરતના ટેક્સટાઇલ વેપારીઓને 24 કલાક વીજળી આપવાની બાંહેધરી આપતા રાજકારણ ગરમાયું

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટેક્સટાઇલ ઉદ્યોગમાં વીજળી સપ્લાય મુદ્દે વેપારીઓએ કરેલી માંગ રાજકીય મુદ્દો બન્યો - Divya Bhaskar
ટેક્સટાઇલ ઉદ્યોગમાં વીજળી સપ્લાય મુદ્દે વેપારીઓએ કરેલી માંગ રાજકીય મુદ્દો બન્યો

વિધાનસભાની ચૂંટણીને કારણે તમામ રાજકીય નેતાઓ રાજકીય લાભ લેવા માટે એક પણ તક છોડવા તૈયાર નથી. થોડા દિવસોથી સુરતના ટેક્સટાઇલ વેપારી દ્વારા વીજળીના મુદ્દાને લઈને રજૂઆત કરતા અરવિંદ કેજરીવાલે પણ તકનો લાભ લીધો હોય તે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી વેપારીઓની 24 કલાક વીજળી આપવાની ગેરંટી આપી છે. આથી સુરતમાં રાજકારણ ગરમાયું છે.

વેપારીઓની મદદે કેજરીવાલ
ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી વીજળીની મુશ્કેલીઓને લઈને રજૂઆત કરવામાં આવી રહી હતી. તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ધંધાને લઈને રજૂઆતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેનો નિકાલ આવ્યો નથી. નવા જોડાણ આપવામાં આવી રહ્યા નથી અને જે જોડાણ આપવામાં આવ્યા છે. તેમાં પૂરતો વીજ સપ્લાય આપવામાં આવી રહ્યો નથી. આ મુદ્દાને લઈને હવે રાજકીય સ્વરૂપ મળી રહ્યું છે. સુરતના ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતા હવે નવો વળાંક આવ્યો છે.

કેજરીવાલએ ટ્વીટ કરતા રાજકીય ચર્ચા
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તમામ નજર ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઉપર છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે સતત ગેરંટીઓ આપી રહી છે. અરવિંદ કેજરીવાલે સુરતના ટેક્સટાઇલ વેપારીઓને પડતી મુશ્કેલી અને તેના બાબતની રજૂઆતને ધ્યાનમાં રાખીને તક ઝડપી લીધી છે. ટ્વીટરના માધ્યમથી અરવિંદ કેજરીવાલે સુરતના ટેક્સટાઇલ વેપારીઓને 24 કલાક વીજળી આપવા માટે તૈયારી બતાવી છે.

અન્ય સમાચારો પણ છે...