તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:રાજકીય રેલી, સભા, મોલ થકી કોરોનાના કેસો વધવાની દહેશત, માસ્ક ફરજિયાત

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • મહારાષ્ટ્રમાં સ્થિતિ બગડતા ત્યાંથી આવતા લોકોનું ફરજિયાત હેલ્થ ચેકિંગ થશે

કોરોનાનો સળવળાટ ફરી થઇ રહ્યો છે, મહારાષ્ટ્રમાં તો ફરી વખત સ્થિતિ વકરવા માંડી છે ત્યારે મહારાષ્ટ્રથી આવનારાઓએ ફરજિયાત નજીકના હેલ્થ સેન્ટરોમાં ચેકિંગ કરાવવાનું રહેશે. શહેરના વિવિધ માર્કેટો, સુપર મોલ અને કોમર્શિયલ સ્થળો પર લોકો મોટી સંખ્યામાં ‌અવરજવર કરતાં હોય તેમાંથી ઘણી વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત હોવાની શક્યતા છે તેથી સંક્રમણ ખુબજ ઝડપથી વધી શકે છે તેવી ભીતિ પાલિકા કમિશનર પાનીએ સેવી છે તેમજ લોકોને અપીલ કરી છે કે, ભીડભાડ વાળા સ્થળો પણ માસ્ક વગર નહીં જવું તેમજ માર્કેટો, મોલ, કોમર્શિયલ સ્થળોના કર્મચારીઓએ માસ્ક સાથે ફેશ શિલ્ડનો અવશ્ય ઉપયોગ કરવા જણાવ્યું છે.

વધુમાં કોરોના સંક્રમણને ઘણાં લોકો ગંભીરતાથી નથી લેતાં પરિણામે કોરોના પોઝિટિવ કેસો વધે નહીં તે માટે કોરોનાના સંક્રમણથી બચવા માસ્ક અમોઘ શસ્ત્ર છે. જેથી ‘માસ્ક નહીં તો ટોકેંગે, કોરોના કો રોકેંગે’ તથા નો માસ્ક નો એન્ટ્રી નો અમલ કડક બનાવવા બોર્ડ બેનરો લગાડવા પણ સુચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો