ચૂંટણીને લઈ જાહેરનામું:રાજકીય પક્ષોએ રાખવું પડશે પર્યાવરણનું ધ્યાન, હાનિકારક પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ઇલેક્શનની તારીખો જાહેર થઈ ગયા બાદ હવે તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રચાર પ્રસારમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે સુરત જિલ્લા કલેકટર દ્વારા તમામ રાજકીય પક્ષો માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ વખતે કોઈપણ રાજકીય પક્ષ કે તેમના ઉમેદવાર પ્રચાર દરમિયાન હાનિકારક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગથી બનાવવામાં આવેલ કોઈ પણ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કરી શકશે નહીં. આવા પ્લાસ્ટિકના ઉપયોગ પર સુરત જિલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારની સાથે પર્યાવરણનું પણ રાખવું પડશે ધ્યાન
સુરત સહિત સમગ્ર જિલ્લાની ગુજરાત વિધાનસભાની 16 બેઠકો માટે 1 ડિસેમ્બરએ મતદાન પ્રક્રિયા યોજવાની છે. આ 16 બેઠકો માટે જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવાર ચૂંટણી લડવા માટે મેદાને ઉતાર્યા છે. અને આવા ઉમેદવારો પોતાના પક્ષ તરફથી જીતવા માટે પોતાના મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે આ વખતે રાજકીય પાર્ટીના ઉમેદવારોએ પ્રચારની સાથે સાથે પર્યાવરણનું પણ ખાસ ધ્યાન આપવું પડશે. તમામ રાજકીય પક્ષના ઉમેદવારો ઉપરાંત અપક્ષના ઉમેદવારો દ્વારા ચૂંટણીના પ્રચાર દરમિયાન પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાશે નહી.

ચૂંટણીના પ્રચારમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયુ
સુરત જિલ્લાની 16 બેઠકો માટે 1 ડિસેમ્બરે પહેલા ચરણમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાવાની છે. ત્યારે 16 બેઠકોના જુદા જુદા રાજકીય પક્ષના ઉમેદવારો પોતાના મત ક્ષેત્રમાં મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે ચૂંટણી પ્રચારના તમામ પ્રયાસો હાથ ધરતા હોય છે. આ દરમિયાન આ વખતે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે કોઈપણ રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં પર્યાવરણને હાનિકાર પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકશે નહીં. સુરત જિલ્લાના કોઈપણ રાજકીય પક્ષોના ઉમેદવારો, તેમના એજન્ટો, કાર્યકરો કે સમર્થકો દ્વારા પર્યાવરણને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટિક, પોલીથીન જેવી પ્રચાર સામગ્રીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સુરત જિલ્લા કલેકટર દ્વારા આ જાહેરનામું આજથી લાગુ કરી તારીખ 10-12-2022 સુધી અમલમાં રહેશે.અને જે પણ આ નિયમનો ભંગ કરશે તે રાજકીય પક્ષ શિક્ષાને પાત્ર રહેશે.

અન્ય સમાચારો પણ છે...