તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:'રાજકીય આગેવાનોએ વોટ માંગવા ન આવવું' સુરતના રાંદેરમાં બેનર લાગ્યા, રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોનું ચૂંટણી ટાણે ફરમાન

સુરત2 મહિનો પહેલા
રાંદેરમાં આવેલી દુર્ગાપુરી સોસાયટીના રહિશોએ બેનર લગાવીને રાજકીય આગેવાનો પર પ્રવેશનો પ્રતિબંધ મૂક્યો છે.
  • રાંદેરના મોરાભાગળ પર આવેલુ દુર્ગાપુરી સોસાયટીના રહિશોએ બેનર લગાવતા ઉમેદવારો દોડતા થયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે મત આપ્યા બાદ લોકોને ભૂલી જતા નેતાઓની નિંદર ઉડાડવા માટે સ્થાનિકોએ બેનર લગાવ્યા છે. નેતાઓએ ન આવવું એવા લખાણ સાથેના બેનર સુરતના રાંદેર મોરાભાગળની દુર્ગાપુરી સોસાયટીમાં લાગ્યા છે. રસ્તા અને વરસાદી ગટર બનાવવાની કામગીરી કરવામાં આવી ન હોવાથી રાજકીય આગેવાનોએ સોસાયટીમાં વોટ માંગવા આવવું નહીંનાં બેનરો લગાડી વિરોધ નોંધાવ્યો છે. સોસાયટીના વિરોધ બાદ આખા વિસ્તારમાં રાજકીય ગરમાટો આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ રોડ-રસ્તા અને વરસાદી પાણી ન નિકાલમાં નિષ્ફળ ઉમેદવારો દોડતા થઈ ગયા છે.

સ્થાનિક લોકોએ ગટર અને રસ્તાની સમસ્યાને લઈને વિરોધ કર્યો છે.
સ્થાનિક લોકોએ ગટર અને રસ્તાની સમસ્યાને લઈને વિરોધ કર્યો છે.

રહિશોએ પ્રતિબંધ લગાવી દીધો
દુર્ગાપુરી સોસાયટીમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ ઝોન કચેરી અને પાલિકા કચેરીએ વખતોવખત કરી હતી. આ ઉપરાંત સોસાયટીમાં રસ્તો પણ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં આ માટેની કોઇ પણ કાર્યવાહી કરવામાં નહીં આવતાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં સોસાયટીના રહીશોએ રાજકીય આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ સ્થાનિક લોકોએ બેનર લગાવી દઈને વિરોધ કર્યો છે.
સોસાયટીના પ્રવેશ દ્વાર પર જ સ્થાનિક લોકોએ બેનર લગાવી દઈને વિરોધ કર્યો છે.

પ્રશ્નો ન ઉકેલાતા બેનર લાગ્યા
સોસાયટીની બહાર જ એવું બેનર લગાડવામાં આવ્યું છે કે, રાજકીય પક્ષો જોગ, આથી જણાવવાનું કે, અમારી સોસાયટીના રોડ-રસ્તાના કોઈ જ કામકાજ આજદિન સુધી શાસકપક્ષ દ્વારા થયા નથી. વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. જેથી કોઇ પણ રાજકીય પક્ષોએ વોટ માંગવા માટે અમારી સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં. વખતો વખતની રજૂઆત છતાં તેઓના પ્રશ્ન નહીં ઉકેલાતાં રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને વિરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો