માલધારીઓના સમર્થનમાં કોંગ્રેસ:માલધારીઓના પ્રશ્નોને લઈને રાજકીય ગરમાવો મૂંગા પશુઓને આડે આવતી સરકાર પાડી દો : કોંગ્રેસ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલધારીઓને કોંગ્રેસે સમર્થન આપ્યું - Divya Bhaskar
માલધારીઓને કોંગ્રેસે સમર્થન આપ્યું

સુરતનો માલધારીઓનો પ્રશ્ન હવે ગુજરાત ઘરની અંદર ચર્ચાનો વિષય બન્યો છે, જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા તબેલાના ઢોરોને પકડીને લઈ જઈ રહી છે, તેને જોતા હવે કોંગ્રેસ પણ માલધારીઓના સમર્થનમાં આવી ગઈ છે. કોંગ્રેસનું કહેવું છે કે, જે તે સમયે કોંગ્રેસ સરકારે પશુઓ માટે ખૂબ સારી વ્યવસ્થા કરી હતી, પરંતુ, ભાજપ જે ગાયની પૂંછડી પકડીને ગાંધીનગરની સત્તાએ બેઠી છે. તેની સામે જ હવે અન્યાય કરી રહી છે.

સત્તાધિશો બિલ્ડરોના ઇશારે કામ કરે છે
સુરત શહેરમાં તબેલાઓ દૂર કરવાની કાર્યવાહીને લઈને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થઈ ગયા છે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે, સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતા શંકા ઊભી થઈ રહી છે કે, જે બિલ્ડરો પોતાના પ્રોજેક્ટ ઊભા કરી રહ્યા છે. તેની આસપાસના તબેલાઓને દૂર કરવા માટે હાઇકોર્ટનું વાહનવા આગળ ધરવામાં આવી રહ્યું છે. તબેલાઓ દૂર કરીને બિલ્ડરોને ખુલ્લી મેદાન આપવાનો કારસો રચાયો છે.

પાટીદારો બાદ માલધારીઓની ગુજરાતમાંથી સત્તા ઉખેડી નાખવા હાકલ
અખિલ ભારતીય સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારને ઉખેડી ફેંકવાનું એપી સેન્ટર ફરી એકવાર સુરત શહેર બનશે. સરકારે મૂંગા પશુઓને જે પ્રકારે પકડી રહી છે તે ન્યાય સંગત નથી. અમે કાયદાકીય લડત લડીશું અને ભાજપનો પડદા પાછળનો જે ખેલ છે. તેને પણ ઉઘાડો પાડીશું.

અન્ય સમાચારો પણ છે...