અમાનવીય વર્તન:ખાણીપીણીના લારી-ટેમ્પાવાળા સાથે પોલીસનું અમાનવીય વર્તન

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાત્રે લારી - ટેમ્પા પર ખાણીપીણીનો ધંધો કરતા શ્રમિકો સાથે પોલીસ તંત્ર દ્વારા અમાનવીય વર્તન કરવામાં આવતું હોવાની અને આ ક્નડગત કાયમી બંધ કરાવવા ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવી છે. ગુજરાત શ્રમિક હોકર્સ સંગઠન-સુરતના જનરલ સેક્રેટરી અને પૂર્વ નગર સેવક અસલમ સાઇકલવાળાએ કરેલી રજુઆત મુજબ પ્રમાણે, આંશિક પોલીસ સ્ટાફ સુરત શહેરના સામાન્ય શ્રમિક પર કડક કાર્યવાહી કરી સ્ટેશનના લોકઅપમાં આખી રાત અને બીજા દિવસે બપોરે 3.00 કલાક સુધી બંધ કરી રાખે છે. શહેરનાં લોકો લારી -ટેમ્પા પર ખાવાના શોખીન છે એ બાબતથી આપ સારી રીતે પરિચિત છો.

જે વ્યક્તિઓ ખાવાનું આરોગતા હોય એમને ડંડા વાળી કરીને ભગાડી દેવામાં આવે છે અને લારી - ટેમ્પા - રેસ્ટોરન્ટનાં માલિક/કર્મચારી શ્રમિક દ્વારા જાણે બહુ મોટુ કૃત્ય કર્યું હોય એમ ડી - સ્ટાફનાં જવાનો સહિત નાઈટ પેટ્રોલિંગ કરતા પોલીસ સ્ટાફ એમને જાહેરમાં સ્થળ પર ચાર પાંચ ડંડા મારી પોલીસ વિભાગની બહાદુરીનો જાહેરમાં પરચો બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

શ્રમિકોને રિક્ષા કે મોબાઈલ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જઈ જાણે આ લિસ્ટેડ વોન્ટેડ રીઢા ગુનેગાર હોય એમ એમને સ્ટેશનનાં લોક અપમાં પૂરી દેવામાં આવે છે. શહેરનાં સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનનાં ડી-સ્ટાફનાં ઘણા કર્મચારીઓ રાત્રે 11.30 પછી જાણે ખાણીપીણીનાં લારી-ટેમ્પો- રેસ્ટોરન્ટ વગેરે ખુલ્લેઆમ ચાલતાં દારૂ-જુગાર-આંકડાનાં અડ્ડા હોય એમ એમનાં પર રીતસરનાં તૂટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...