પોલીસની લાલ આંખ:લઠ્ઠાકાંડ બાદ શહેરમાં પોલીસની ક્રોસ રેડ, કુલ 8 સ્થળેથી દારૂ ઝડપી લેવાયો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમબ્રાંચે 18 સ્થળે રેડ કરી 3 સ્થળેથી,PSBએ 66 સ્થળે 5 જગ્યાથી દારૂ પકડ્યો

લઠ્ઠાકાંડ બાદ સમગ્ર રાજ્યમાં દારૂના અડ્ડાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. બુટલેગરો પર લગામ કસવા માટે પોલીસે પણ દરોડાની કાર્યવાહીની રીત બદલી છે. ખાસ કરીને પાંડેસરા, સચિન, સચિન જીઆઈડીસી વિસ્તારમાં ક્રોસ રેડ કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ મથકના સ્ટાફને બીજા પોલીસ મથકની હદમાં રેડ કરવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત ક્રાઈમબ્રાંચ, એસઓજી અને પીસીબીની ટીમ દ્વારા પણ અલગ અલગ પોલીસ મથકોની હદમાં રેડ કરવામાં આવી રહી છે. જ્યારે બીજી તરફ વિજીલન્સની ટીમ દ્વારા પણ રેડ કરવામાં આવી રહી છે.

બુધવારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ વિજીલન્સે રેડ કરી હતી. જ્યારે પાંડેસરા પોલીસે સચિનમાં અને સચિન પોલીસે પાંડેસરા વિસ્તારમાં દારૂના અડ્ડા પર રેડ કરી હતી. ક્રાઈમબ્રાંચ દ્વારા ગુરૂવારે 18 જગ્યાએ રેડ કરવામાં આવી હતી જેમાંથી 3 જગ્યાએથી દારૂ ઝડપાયો હતો. તેવી જ રીતે પીસીબીએ પણ 66 જગ્યાએ રેડ કરી હતી. જેમાંથી 5 જગ્યાએથી દારૂ ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...