સુરત શહેરમાં અણુવ્રત દ્વાર પાસે ધવલ બારોટ કોઈ અગમ્ય કારણોસર ઓવરબ્રિજ પરથી આત્મહત્યા કરવાના ઈરાદા સાથે પસાર થઈ રહ્યો હતો. તેની એક જાગૃત્ત યુવકે બ્રિજની નીચે ટ્રાફિક પોઈન્ટ ચાર રસ્તા પર ફરજ બજાવતા પોલીસ સ્ટાફને જાણ કરી હતી. હાજર પોલીસ સ્ટાફ દ્વારા એક પણ ક્ષણ ગુમાવ્યા ઘર યુવક પાસે પહોંચીને આપઘાત કરતાં રોક્યો હતો.
હતાશામાં આપઘાતનો નિર્ણય કર્યો હતો
આપઘાત કરવા આવેલા યુવકને સમજાવીને નીચે લાવી ઓફિસમાં બેસાડીને એક કલાક સુધી આત્મહત્યા ન કરવા સમજાવ્યો હતો. આ યુવક ધવલ બારોટના કાકા ગોવિંદ બારોટ તથા પિતા વિષ્ણુ બારોટને જાણ કરીને ધવલને સહી સલામત સોંપ્યો હતો. યોગ્ય રીતે માનસિક રીતે હતાશ થયો હતો તે પોતે મન મક્કમ કરીને આવ્યો હતો કે તે આજે પોતાનું જીવન ટૂંકાવી દેશે.
પોલીસની પ્રેરણાત્મક કામગીરી
આમ, સુરત શહેર પોલીસની માનવીય અભિગમના પરિણામે એક યુવકની જિંદગી બચાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. પોલીસ સ્ટાફની હકારાત્મક કામગીરીથી અન્ય વિભાગોને પણ પ્રેરણા મળી રહી છે. આ પ્રકારની કામગીરીથી પોલીસની છબી સમાજમાં સુધરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.