• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Police Worked Day And Night To Bring The Killer Fenil To The Gallows, 50 Officers Joined The Investigation, 2500 Page Chargesheet Was Filed.

ગ્રીષ્માના ગુનેગારને લટકાવાશે:હત્યારા ફેનિલને ફાંસીના માચડે પહોંચાડવા પોલીસે રાત-દિવસ એક કર્યા, 50 જેટલા અધિકારીઓ તપાસમાં જોડાયાં, 2500 પાનાની ચાર્જશીટ થયેલી

સુરત23 દિવસ પહેલા
  • 3-4 દિવસ સુધી પોલીસની ટીમ સતત જાગતી રહી હતી
  • રેન્જ IGએ જાતે જ ચાર્જશીટ બનાવડાવવામાં મદદ કરી હતી

સુરતમાં કામરેજના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરનારા ફેનિલ ગોયાણીને કોર્ટે આકરી સજા ફટકારતા ફાંસીની સજા સંભળાવી છે. ત્યારે સમગ્ર કેસમાં પહેલા જ દિવસથી કડક હાથે તપાસ કરનારી પોલીસના રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, અમારી પોલીસની ટીમ 3થી 4 રાત દિવસ સૂતી નહોતી. 50 જેટલા અધિકારીઓ તપાસમાં જોડાયાં હતાં. 2500થી વધુ પાનાંની ચાર્જશીટ રજૂ કરાઈ હતી.જેમાં 190 સાક્ષી, 27 પ્રત્યક્ષદર્શીઓ, 25 પંચનામાં, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, એની ઓડિયો-ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા. ગ્રીષ્માની હત્યા કરવા પહેલાં ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. તે સહિતના પુરાવા રજૂ કર્યા હતાં.

રેન્જ આઈજીએ સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકાને બિરદાવી ચુકાદાને આવકાર્યો હતો.
રેન્જ આઈજીએ સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકાને બિરદાવી ચુકાદાને આવકાર્યો હતો.

કોર્ટે તમામ કલમો ગ્રાહ્ય રાખી-પોલીસ
કોર્ટના ચુકાદા બાદ રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, અમે પહેલા જ દિવસથી આ ચકચારી કેસમાં જીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં અમે હત્યાના આરોપી ફેનિલ સામે જે કલમો લગાવી હતી તે કોર્ટે ગ્રાહ્ય રાખી છે. સાથે જ ફાંસીની સજા ફટકારવાની સાથે સાથે કોર્ટે દોષિત સાબિત થયેલા ફેનિલને દંડ પણ ફટકાર્યો હતો. સમગ્ર તપાસમાં 10 અધિકારીઓ અને 40 કર્મચારીઓ સહિતની 50 કર્મચારીઓની ટીમ કામે લાગી હતી.

રેન્જ આઈજીએ ચાર્જશીટ બનાવડાવી હતી
ફેનિલને પોલીસે ઝડપ્યા બાદ ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. આ ચાર્જશીટ રેન્જ આઇજી ડો. રાજકુમાર પાંડિયન, ડાંગના એસપી, તપાસ અધિકારી સહિતના અધિકારીઓએ મીટિંગ કરી હતી, બાદમાં 2500થી વધુ પાનાંની ચાર્જશીટ રેન્જ આઈજીએ જાતે તૈયાર કરાવી હતી. જેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

ગણતરીના દિવસોમાં જ પોલીસે ચાર્જશીટ સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતાં.
ગણતરીના દિવસોમાં જ પોલીસે ચાર્જશીટ સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતાં.

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું
ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, એ પણ પોલીસ તપાસમાં ખૂલ્યું હતુ. હત્યા કેવી રીતે કરી શકાય એ માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને એનો ઉપયોગ કેવી રીતે થાય એ બાબતે જાણ્યું હતું. તેણે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો-ક્લિપ પોલીસને મળી હતી.

પોલીસે સજ્જ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં.
પોલીસે સજ્જ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં.

પોલીસ પાસે ફેનિલના સજ્જડ પુરાવા
ઓડિયો ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બન્યો હતો.

ફેનિલે નિર્મમ રીતે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી હતી.
ફેનિલે નિર્મમ રીતે ગ્રીષ્માનું ગળું કાપી હત્યા કરી હતી.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યાર બાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતાં પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા.બાદમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. પોલીસના પુરાવાના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...