સ્પાની આડમાં દેહ વ્યાપાર ઝડપાયો:સુરતમાં ધમધમતા કુટણખાના પર પોલીસની લાલ આંખ, સ્પામાં રેડ કરી 4 મહિલાઓ અને 2 ગ્રાહકોને ઝડપી લેવાયા

સુરત10 દિવસ પહેલા
પોશ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર કાર્યવાહી

સુરતના પીપલોદ સ્થિત અનમોલ કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીગ યુનીટે દરોડા પાડ્યા હતા. પોલીસે અહીંથી 2 લોકોની ધરપકડ કરી હતી. તેમજ 4 મહિલાઓને મુક્ત કરાવી હતી.પોલીસે અહીંથી 66 હજારની મત્તા પણ કબજે કરી હતી

સ્પાની આડમાં દેહ વેપાર
ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકિગ યુનિટને માહિતી મળી હતી કે, પીપલોદથી સરગમ શોપિંગ સેન્ટર જતા અનમોલ કોમ્પ્લેક્સમાં આવેલા ન્યુ હેઅર માસ્ટર સલુન સ્પા નામની દુકાનમાં દેહવ્યાપાર થઇ રહ્યો છે.બાતમીના આધારે પોલીસે અહી દોરોડો પાડ્યો હતો. સ્પાન આડમાં દેહ વેપાર કરાવવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલાઓને મુક્ત કરી મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ તપાસમાં મોટા વરાછા સુદામા ચોક પાસે રહેતા જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ ભૂપતભાઈ વેકરીયા તેમજ હિતેશભાઈ ઉર્ફે મનીષ ભૂપતભાઈ વેકરીયા પોતાના સ્પા મસાજ પાર્લેરમાં નોકર તરીકે ધમરાજ દીપકભાઈ ઈગલેને રાખ્યો હતો અને અહી 4 યુવતીઓ પાસેથી દેહ વ્પાયાર કરાવાતો હતો. પોલીસે અહીંથી જયસુખભાઈ ઉર્ફે જયેશભાઈ ભૂપતભાઈ વેકરીયા તેમજ નોકરની ધરપકડ કરી હતી જયારે હિતેશ ઉર્ફે મનીષ ભૂપતભાઈ વેકરીયા ત્યાંથી નાસી છુટ્યો હતો. પોલીસે અહીંથી 4 મહિલાઓને મુક્ત કરાવી 66 હજારની મત્તા કબજે કરી હતી.

પોશ વિસ્તારમાં ગોરખધંધા
​​​​​​​
સુરતના પીપલોદ અને વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં સ્પા ચાલી રહ્યા છે. સમયાંતરે પોલીસ દ્વારા સ્પા માં રેડ પણ કરવામાં આવે છે. પરંતુ હજી પણ એવા કેટલાક કૂટણખાના ચલાવવામાં આવી રહ્યા છે. મહિલાઓને લાવીને તેમની પાસેથી દેહ વ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોય છે. આ પ્રકારના ધંધા ખૂબ જ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. શહેરનો આ પોશ વિસ્તાર હોવાથી અહીં સ્પાની આડમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.

અન્ય સમાચારો પણ છે...