• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Police Training On Rising Crime Against Girls In Surat, Good Touch Bad Touch Information Provided By Professional Trainers

જાગૃતિનો પ્રયાસ:સુરતમાં બાળકીઓ પરના ગુના વધતા પોલીસે તાલિમ આપી, પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા ગૂડ ટચ-બેડ ટચની માહિતી અપાઈ

સુરતએક મહિનો પહેલા
કરાટે સહિતના સ્વરક્ષાના દાવ શીખવવામાં આવ્યાં હતાં.
  • કતારગામ ખાતે આવેલી મારુતિ વિદ્યાલયમાં તાલિમ અપાઈ

સુરતમાં બાળકીઓ પર છેડતી તેમજ દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થીનીઓ અને બાળકીઓને ગૂડ ટચ અને બેડ ટચની જાણકારી આપવામાં આવી હતી. તેમજ પ્રોફેશનલ ટ્રેનરો દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી.

વિદ્યાર્થિનીઓએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યાં હતાં.
વિદ્યાર્થિનીઓએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યાં હતાં.

પોલીસની પહેલ
સુરતમાં બાળકીઓ પર દુષ્કર્મ બાદ હત્યા, છેડતી સહિતના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે બાળકીઓ પોતાનો બચાવ કરી શકે સારા ખરાબ વિષે માહિતી મેળવી શકે, તે માટે સુરત પોલીસે હવે જનજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે. સુરતમાં પોલીસ દ્વારા હવે શાળાઓમાં જઈને વિદ્યાર્થિનીઓ અને બાળકીઓને ગૂડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ દુર્ઘટના ઘટે તો સ્વબચાવ કરી શકે તે માટે સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ પ્રોફેશનલ ટ્રેનર દ્વારા આપવામાં આવી રહી છે. કતારગામ ખાતે આવેલી મારુતિ વિદ્યાલયમાં પણ આજે સેલ્ફ ડીફેન્સ અને ગુડ ટચ બેડ ટચની જાણકારી પોલીસની ટીમ દ્વારા આપવામાં આવી હતી.શાળાઓના શિક્ષકો અને વાલીઓ દ્વારા પણ પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી છે.

બાળકીઓને સ્પર્શ અંગે પણ સમજ અપાઈ હતી.
બાળકીઓને સ્પર્શ અંગે પણ સમજ અપાઈ હતી.

સ્વ બચાવ માટે તાલિમ
ચોકબજાર પોલીસ મથકના મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દુષ્કર્મના બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે બાળકીઓ છેડતીથી પોતાનો સ્વ બચાવ કરી શકે તે માટે સેલ્ફ ડીફેન્સ અને ગૂડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હતી. ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્ફ ડીફેન્સની તાલીમ પણ આપવામાં આવી રહી છે. અમારો પ્રયાસ છે કે, શાળાઓમાં આ પ્રકારનો એક પીરીયડ પણ રાખવામાં આવે. જેમાં આ પ્રકારની ટ્રેનિંગ અને માહિતી પણ આપવામાં આવે. હાલમાં અલગ અલગ વિસ્તારમાં આવેલી શાળાઓમાં આ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...