તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઇરલ:સુરતમાં ચડ્ડો પહેરીને આવેલા જામીનદારને અઠવા પોલીસે કહ્યું, ‘પેન્ટ પહેરીને આવો’, ચેન્જિંગ રૂમનું પૂછ્યું તો કહ્યું - ગાર્ડનમાં બદલી નાખો

સુરત4 મહિનો પહેલા
ફાઈલ તસવીર
  • કર્ફ્યૂ ભંગના ગુનામાં 2 યુવકની અઠવા પોલીસે ધરપકડ કરી હતી
  • સાથે આવેલા મિત્રએ જામીનદારને કહ્યું, ‘મારું પેન્ટ પહેરી લે’
  • પોલીસને પૂછ્યું, ‘સાહેબ ચેન્જિંગ રૂમ ક્યાં છે’, પોલીસે કહ્યું, ‘ગાર્ડનમાં બદલી નાખો’

અઠવા પોલીસે કર્ફ્યૂ ભંગના ગુનામાં બે યુવકોની ધરપકડ કરી હતી, જેમને છોડાવવા એક જામીનદાર ચડ્ડો પહેરીને પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેમને ટકોર કરતાં કહ્યું હતું કે પેન્ટ પહેરીને આવો. આ તબક્કે જામીનદારે પોલીસ સમક્ષ આજીજી કરી હતી. જોકે ત્યાર બાદ સાથે આવેલા મિત્રએ જામીનદારને કહ્યું હતું કે તું મારું પેન્ટ પહેરી લે. ત્યાર બાદ તેણે પોલીસને પૂછ્યું હતું કે ‘સાહેબ ચેન્જિંગ રૂમ ક્યાં છે.’

પોલીસ જવાને અકળાઈને રકઝક કરી
આ સાંભળતાં જ પોલીસ જવાન અકળાયો હતો અને કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોય. તમે ગાર્ડનમાં બદલી નાખો. આ બાપનો બગીચો નથી. આ પછી પણ આ મુદ્દે સતત રકઝક ચાલી હતી અને પોલીસ તથા જામીનદાર સામસામે આવી ગયા હતા. ત્યાં ફરજ પર હાજર મહિલા પોલીસકર્મીએ પણ જામીનદારને ટપાર્યા હતા અને પોલીસ સ્ટેશનમાં ચેન્જિંગ રૂમ ન હોવાનું કહ્યું હતું. અંતે, જામીનદારને ત્યાંથી ખસેડ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

અમે માત્ર ટકોર કરી હતીઃ પોલીસ
આ બાબતે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ દીપક કોરાટે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં જ્યારે આવો ત્યારે મર્યાદામાં આવવું જોઇએ, આ શીખ આપવા માટે જ ટકોર કરી હતી, બાકી અમારો બીજો કોઈ આગ્રહ નહોતો.

અન્ય સમાચારો પણ છે...