તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરતના વરાછામાં રિલાયન્સના શોરૂમમાં ચોરી કરનાર ટોળીનો કબ્જો મેળવવા પોલીસની ટીમ હૈદરાબાદ રવાના

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિલાયન્સ મોલમાંથી ચોરી થયા બાદ આરોપી પકડાઈ જતા તેનો કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
રિલાયન્સ મોલમાંથી ચોરી થયા બાદ આરોપી પકડાઈ જતા તેનો કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. (ફાઈલ તસવીર)
  • ઈનોવા ગાડીમાં આવેલ ટોળકી શો રૂમમાંથી 205 મોબાઈલ, 23 ટેબલેટ સહિતનો સામાન ચોરી ગયેલા

ઓક્ટોબર મહિનામાં વરાછા મેઈન રોડ ઉપર આવેલ રિલાયન્સ ડિઝીટલ મોલમાં થયેલી રૂપિયા 43.64 લાખના મતાની ચોરીમાં સંડોવાયેલી ટોળકી હૈદરાબાદમાં ઝડપાતા સ્થાનિક વરાછા પોલીસની ઍક ટીમ ટોળકીનો કબજા લેવા માટે રવાના થઈ છે. જાકે ટોળકી હૈદરાબાદના સ્થાનિક ચોરીના ગુનામાં રિમાન્ડ હેઠળ છે. જેથી રિમાન્ડ પુરા થયા બાદ વરાછા પોલીસને તેનો કબ્જો મળશે.

અધિકારીઓ દોડી આવ્યાં
વરાછા મેઈન રોડ વરાછા પોલીસ સ્ટેશનની બરોબર સામે રિલાયન્સ ડિઝીટલ મોલમાં ગત તા. 26મી ઓક્ટોબરના રોજ મળસ્કે તસ્કરો ત્રાટક્યા હતા. ઈનોવા ગાડી લઈને આવેલા ત્રણ ચોરોઍ શો રૂમના શટરનું તાળુ તોડી શટર વચ્ચેથી અડધુ ઉંચુ કરી અંદર ઘુસ્યા હતા. અને 205 મોબાઈલ, 23 ટેબલેટ અને બ્લૂટુથ મળી કુલ રૂપિયા 43.64 લાખના મતાની ચોરી કરી નાસી ગયા હતા.સવારે શો રૂમમાં ચોરી થઈ હોવાની જાણ થતા સ્થાનિક વરાછા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આાવ્યો હતો. પોલીસે શો રૂમના મેનેજર અશોક પ્રતાપસિંગની ફરિયાદ લઈ સીસીફુટેજના આધારે તપાસ શરુ કરી હતી.

શટર ઊંચુ કરી ચોરી કરી હતી
પ્રાથમિક તપાસમાં તસ્કરોઍ શો રૂમ પહેલા કાપોદ્રામાં ચીકુવાડી સોસાયટીમાં આવેલ યુરો નામના ઠંડા પીણા તેમજ જ્યુશની દુકાનને પણ નિશાન બનાવી હીત. ચોરીમાં બિહારની ઘોડાસહન કે મોતીહારી ગેંગની સંડોવણી હોવાની આશંકા સાથે તે દિશામાં તપાસ શરુ કરી હતી. તે વચ્ચે થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં મદીનાગુડા વિસ્તારમાં આવેલ રિલાયન્સ મોલમાં પણ ચોરી થઈ હતી અને તેમાં પણ તસ્કરો ઈનોવા ગાડીમાં જ આવ્યા હતા. અને શટર ઉંચુ કરી મોબાઈલ સહિતની ઈલેકટ્રોનીક્સ વસ્તુઓ ચોરી ગયા હતા.

પકડાયેલા ચોરે કબૂલાત કરી હતી
હૈદરાબાદ પોલીસે સીસીફુટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટોળકીના ઍક સાગરીતને ઝડપી પાડ્યો છે.ઝડપાયેલા ધોડાસહન ગેંગના સાગરીતે સુરતના વરાછાની પણ ચોરીની કબૂલાત કરી હતી જે અંગે હૈદરાબાદ પોલીસે સ્થાનિક વરાછા પોલીસને જાણ કરતા પીઍસઆઈ સાઠે સહિતની ઍક ટીમ આરોપીનો કબ્જો લેવા બે દિવસ પહેલા હૈદરાબાદ ગયા છે. જાકે આરોપી હૈદરાબાદના ચોરીના ગુનામાં રિમાન્ડ ઉપર છે જે રિમાન્ડ પુરા થયા બાદ વરાછા પોલીસને તેનો કબ્જો મળવાનો હોવાનું સુત્રોઍ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો