તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:સુરતમાં ઍમ્બ્રોઈડરી કારખાનાના ડિઝાઈનરની હત્યા આડા સંબંધમાં કરાઈ હોવાની પોલીસને આશંકા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફાઈલ તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક ફાઈલ તસવીર
  • પોલીસે આડાસંબંધની સાથે પૈસાની લેતીદેતીના દિશામાં પણ તપાસ કેન્દ્રિત કરી, શંકાને આધારે બે ત્રણ જણાની ચાલતી પૂછપરછ

સુરત જિલ્લાના અંત્રોલી ગામ નહેર પાસેથી ઍમ્બ્રોઈડરીના કારખાનામાં ડિઝાઈનીંગનું કામ કરતા ચલથાણના યુવકની ગળુ કાપી હત્યા કરવાના કેસમાં પોલીસ દ્વારા હાલ આડાસંબંધ અને પૈસાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી હોવાની દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે અને શંકાને આધારે ત્રણેક લોકોને અટકમાં લઈ પૂછપરછ હાથ ધરી છે.

પત્નીએ ફોન કરતાં સ્વિચ ઓફ આવતો હતો
પલસાણા તાસુકાના ચલથાણ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા રણજીત સુરેશ જાધવ (ઉ.વ.૩૦) સુરતમાં ઍમ્બ્રોઈડરીના કારખાનામાં છૂટક ડિઝાઈનીંગનું કામ કરે છે. રણજીત ગત તા.૩જી ડિસેમ્બરના રોજ રાત્રે સાડા આઠેક વાગ્યે ટી.વી વાળાને ત્યાં જાઉ છું અને પાંચ દસ મીનીટમાં આવું છું કહીને મોપેડ લઈને નિકળ્યો હતો. જાકે ઘણો સમય થવા છતાંયે રણજીત ઘરે નહી આવાતા તેની પત્નીઍ ફોન કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. જેથી પરિવારજનોઓે તેની શોધખોળ શરુ કરી હતી. પરંતુ કોઈ પત્તો મળ્યોન હતો. દરમિયાન બીજા દિવસે સવારે તેની વાંકનેડાથી કરાડા તરફ જતા આંતરિક રસ્તા ઉપર અંત્રોલી ગામની નહેરની બાજુમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

હત્યાની તપાસ શરૂ કરવામાં આવી
હત્યારાઓઍ રણજીતને ગળા,છાતી અને હાથના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. રણજીતનો મોબાઈલ પણ ગાયબ હતો. બનાવની જાણ થતા કડોદરા પીઆઈ ઍ.પી.બ્રહ્મભટ્ટ સ્થળ પર પહોચી ગયા હતા અને રણજીતની લાશને પીઍમ કરાવી હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં રણજીતની હત્યા આડાસંબંધ અથવા તો પૈસાની લેતીદેતીમાં કરાઈ હોવાની આશંકા સાથે હાલમાં તે દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે અને શંકાને આધારે બે ત્રણ જણાની પૂછપરછ પણ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો