તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય:સુરતના ઉધનામાં ઘરમાં ઘૂસી રોકડા રૂ.10 લાખ અને ઘરેણાંની લૂંટ, બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાની પોલીસને આશંકા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉધના પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
ઉધના પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • પરિવારના મોભી ઉપર તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હોવાનું પોલીસને જણાવ્યું
  • પોલીસની પ્રાથમિક તપાસમાં આખો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાની આશંકા

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા એક સંચા ખાતાના કારીગરના મકાનમાં આજે મળસકે લૂંટારૂએ ત્રાટકી રૂપિયા 10 લાખથી વધુની લૂંટ ચલાવી ભાગી ગયો હતો. લૂંટારૂએ પરિવારના મોભી ઉપર તિક્ષણ હથિયારથી હુમલો કરી લાકડાના કબાટમાંથી રોકડા રૂપિયા અને છથી સાત તોલા સોના ચાંદીના દાગીના લૂંટી નાસી ગયો હતો. બનાવની જાણ બાદ પોલીસનો કાફલો દોડતો ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આખો બનાવ ઉપજાવી કાઢવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે પરિવારની ઉલટ તપાસ હાથ ધરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

લાકડાના કબાટમાંથી રોકવા 10 લાખ અને છથી સાત તોલા દાગીનાની લૂંટ
પોલીસે જણાવ્યું હતું કે, ઉધના કલ્યાણકુટીર સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઈ સાહેબરાવ પાટીલ (ઉ.વ.41) આજે સવારે ચારેક વાગ્યે બાથરૂમ કરવા માટે ઉભા થયા હતા. દરમિયાન એક અજાણ્યાએ તેમની ઉપર હુમલો કરી બેડરૂમના લાકડાના કબાટમાંથી રોકવા 10 લાખ અને છથી સાત તોલા દાગીના લૂંટી નાસી ગયો હતો. લૂંટારૂનો પ્રતિકાર કરતા પરસોત્તમભાઈને શરીર ઉપર ઇજા થઈ હતી. બનાવ અંગે સવારે પરષોત્તમભાઈએ પોલીસને જાણ કરતા ઉધના પીઆઈ એમ.વી.પટેલ સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા અને અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

ઘરમાં લૂંટ થઈ તેની પત્નીને જાણ નથી
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઘરમાં લૂંટ થઈ તેની પત્નીને જાણ નથી અને લાકડાના કબાટની બાજુમાં રહેલી તિજોરીને હાથ પણ લગાડવામાં આવ્યો નથી. પરસોત્તમભાઈના હાથમાં જે નિશાન દેખાય છે જે જાતે પાડ્યા હોવાની આશંકા છે. સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કોઈ આવતા દેખાતા નથી.

બહેનને 10 લાખ ન આપવા પડે તે માટે લૂંટની સ્ટોરી ઉપજાવી હોવાની આશંકા
પ્રાથમિક પૂછપરછમાં રૂપિયા 10 લાખ મકાન વેચાયું તેના છે અને નવાગામ ત્રિકમનગર ખાતે રહેતી તેની બહેનના ભાગના હતા. પરસોત્તમભાઈએ પોલીસને તેનો મોબાઈલ ગઈકાલે બપોરે ચોરાઈ ગયો હોવાની વાત કરી હતી. પોલીસે લૂંટના બનાવની સ્ટોરી જોતા પરસોત્તમભાઈએ 10 લાખ તેની બહેનને નહી આપવા પડે તે માટે લૂંટની સ્ટોરી ઉપજાવી કાઢી હોવાની આશંકા સાથે તેની ઉલટ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો