કાર્યવાહી:પોલીસે સુરતમાં ગેરકાયદે પેટ્રોલનું વેચાણ બંધ કરાવ્યું

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ ચોરી સસ્તામાં વેચાતું હતું
  • આ કૌભાંડમાં સંડોવાયેલાની તપાસ શરૂ કરાઈ

સુરતમાં ખુલ્લેઆમ ચોરીના પેટ્રોલ-ડીઝલના વેચાણના કૌભાંડનું ભાસ્કરે સ્ટિંગ પ્રકાશિત કર્યાના બીજા દિવસે સવારમાં પોલીસ આવી કોઈ બાબત હોવાનો ઇનકાર કરતી રહી હતી અને ભાસ્કરના અહેવાલને જ ખોટો ગણાવી રહી હતી. જોકે સાંજ પડતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી એ ભાસ્કરના અહેવાલને સાચો સાબીત કરી આપ્યો હતો.

પોલીસની ટીમે એ જ જગ્યા પર દરોડા પાડ્યા જેનો ભાસ્કરે ઉલ્લેખ કર્યો હતો. જે લોકો પાસેથી પેટ્રોલ પકડાયું તેમની સામે ગુનો નોંધી આ કૌભાંડમાં સામેલ લોકોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સ્થાનિક લોકોની પણ તમામ કામગીરી બંધ કરાવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...