કાર્યવાહી:ડુમસ રોડ પર ‘બીફોર નવરાત્રિ મહોત્સવ’ પોલીસે અટકાવ્યો

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આયોજકોએ પાસ ઈશ્યૂ કરતા ખૈલેયાઓ પરંપરાગત વસ્ત્રોમાં આવી પહોંચ્યા હતા

ડુમસ રોડ પર શોટ ગેમઝોનમાં બીફોર નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું. જોકે શરૂ થાય તે પહેલા જ પોલીસ પહોંચી જઈ અટકાવી દીધું હતું. ડુમસ રોડ પર વેલેન્ટાઈન થિયેટર પાસે શોટ ગેમ ઝોનમાં રાત્રે બીફોર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે આયોજકોએ પાસ પણ ઇશ્યુ કર્યા હતા. આ માટે ખૈલેયાઓ બુધવારે મોડી સાંજથી શોટમાં નવરાત્રિ રમવા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં આવી પહોંચ્યા હતા. હજુ નવરાત્રિની શરૂઆત થાય તે પહેલા જ આ અંગેની માહિતી ઉમરા પોલીસને મળી હતી.

જેથી પોલીસે આવી રાત્રિ બીફોર નવરાત્રિનો કાર્યક્રમ થવા દીધો ન હતો. આ સમયે સ્થળ પર મોટી સંખ્યામાં ખૈલેયાઓ આવી પહોંચ્યા હતા. જો કે પોલીસે કાર્યક્રમ થવા ન દેતા ખૈલેયાઓમાં નારાજગી જોવા મળી હતી. આયોજકોએ તો આ માટે પાસ પણ ઇશ્યુ કર્યા હતા. પોલીસે કોરોના ગાઈડલાઈનને ધ્યાને લઈને નવરાત્રિ મહોત્સવનો કાર્યક્રમ શરૂ થવા પહેલા જ બંધ કરાવી દીધો હતો. જો કે ઉમરા પોલીસે આ બાબતે ગુનો દાખલ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...