તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં વયોવૃદ્ધોના પ્રશ્નોના સમાધાન માટે પોલીસે સહાયતા કેન્દ્રની શરૂ કર્યું

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અડાજણમાં નવી સેવાની શરૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
પોલીસ કમિશનર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અડાજણમાં નવી સેવાની શરૂઆત કરવામાં આવી હતી.
  • નાના મોટા પ્રશ્નોમાં કાઉન્સેલિંગ કરીને સમાધાન લાવવા પ્રયાસ થશે

સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં વયોવૃદ્ધો માટે સહાયતા કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ આ કેન્દ્રની શરૂઆત કરાવી છે. જેમાં નાના મોટા પ્રશ્નોનું કાઉન્સેલિંગ કરીને સમાધાનના પ્રયાસો કરવામાં આવશે.

સમાધાનકારી વલણ અપનાવાશે
સુરત પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કે મોટી ઉંમરના લોકો અને લોકોને સરળતાથી કામ થઈ શકે તે બાબતે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં સહાયતા કેન્દ્ર અને નાગરિક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યા છે. જેની અંદર અલગ અલગ નાના મોટો ઘરના પ્રશ્નો કે પછી કે નાની મોટી મેટરમાં આ કેન્દ્રમાં કાઉન્સેલિંગ કરી ઝઘડાના સમાધાન કરવા માટે ઉપયોગી થશે.

ઘરબેઠા પણ પોલીસ મદદ કરે તેવી વ્યવસ્થા
મોટી ઉંમરના વ્યક્તિ હોય અને તે લોકો પોલીસ સ્ટેશન ન આવી શકે તેને આ કેન્દ્રમાંથી મદદ રૂપ થશે. જેથી ઘર બેઠા પણ વડીલોને પોલીસની સેવાનો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો