તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત કર્ફ્યૂ ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરના તમામ રસ્તાઓ પર પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું, સુરતીલાલાઓએ ઘરમાં રહીને કર્ફ્યૂના અમલમાં સહયોગ આપ્યો

સુરત10 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું - Divya Bhaskar
શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું

સુરત શહેરમાં રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવા સુરત પોલીસનો મોટો કાફલો શહેરના રસ્તા પર જોવા મળ્યો. રાત્રિના નવ વાગ્યાના ટકોરે રાત્રિ કર્ફ્યૂ લાગુ થાય તે પહેલાં જ સુરતના મોટા ભાગના વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છીક પણે દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.

પોલીસે તમામ ચાર રસ્તે બેરિકેડ મૂકી કર્ફ્યૂનો અમલ કરાવવા માટે કવાયત હાથ ધરી હતી
પોલીસે તમામ ચાર રસ્તે બેરિકેડ મૂકી કર્ફ્યૂનો અમલ કરાવવા માટે કવાયત હાથ ધરી હતી

અન્ય વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા દુકાનો અને પાનના ગલ્લાઓ બંધ કરવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારના આદેશના પગલે રાત્રિ કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ કરાવવા શહેરના સ્થાનિક પોલીસ મથકનો પીઆઇ સહિતનો સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો. જ્યારે આવશ્યક સેવા અને ઇમરજન્સી સેવાને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ લોકોને જાગૃત કરવા લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું.

પોલીસે રસ્તે જતા લોકોને ઊભા રાખીને પૂછપરછ હાથ ધરી હતી
પોલીસે રસ્તે જતા લોકોને ઊભા રાખીને પૂછપરછ હાથ ધરી હતી
અન્ય સમાચારો પણ છે...