માસૂમોને મેસેજ:સુરતમાં માસૂમો સાથેના દુષ્કર્મના બનાવોથી પોલીસે જાગૃતિ ફેલાવી, બાળકોને બેડ ટચ-ગૂડ ટચની સમજ અપાઈ

સુરત16 દિવસ પહેલા
બાળકોની સાથે સાથે ઘરોમાં મહિલાઓ પર થતી હિંસા અંગે સમજ અપાઈ હતી.
  • સચિનના સ્લમ અને પરપ્રાંતિય વિસ્તારના બાળકોને સમજ અપાઈ

સુરતમાં બાળકો સાથેના દુષ્કર્મના ગંભીર બનાવોમાં દિવસે ને દિવસે વધી રહ્યાં છે. ત્યારે બાળકો સાથે અત્યાચાર ન થાય અને થાય તો તેઓ કેવી રીતે તેને રોકવા પ્રયાસ કરે તથા વાલીઓને કે પરિવારના સભ્યોને કેવી રીતે જાણ કરે તે અંગેની જનજાગૃતિ ફેલાવવાનો કાર્યક્રમ સચિન વિસ્તારમાં યોજાયો હતો. જેમાં બાળકો અને મહિલાને જાગૃત કરવા માટે બેડ ટચ અને ગુડ ટચની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ પોલીસની શી ટીમ દ્વારા હેલ્પલાઈનનો ઉપયોગ કરવા માટે પણ સ્લમ અને પરપ્રાંતિય બાળકો અને મહિલાઓને સમજ અપાઈ હતી.

પોલીસની શી ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી.
પોલીસની શી ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી.

સાદી ભાષામાં સમજ અપાઈ
સુરત શહેર પોલીસ કમિશનરના આદેશ પછી સુરતના સચિનના સલ્મ અને પરપ્રાંતિય તેમજ મજદૂર વર્ગ રહેતા વિસ્તારમાં સચિન પોલીસ દ્વારા ઠેર ઠેર જગ્યાએ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.સચિન પોલીસ દ્વારા પારડી વિસ્તારમાં આ સેમિનારનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં બાળકોને ગૂડ ટચ અને બેડ ટચની જાણકારી આપવામાં આવે છે. તેમજ જો કોઈ વ્યક્તિ તમને ખોટી જગ્યા એ ટચ કરે તો તેનો વિરોધ કેમ કરવો તેમજ 1098 ચાઈલ્ડ હેલ્પલાઇનમાં આ બાબતે ફરિયાદ કરવી એવી અનેક જાણકારી આપવામાં આવી હતી.

બાળકોને પ્રતિકાર કેમ કરવો તેની સમજ અપાઈ હતી.
બાળકોને પ્રતિકાર કેમ કરવો તેની સમજ અપાઈ હતી.

ઘરેલું હિંસાની જાણકારી અપાઈ
બાળકોની સાથે સાથે ઘરોમાં મહિલાઓ પર થતી હિંસામાં મહિલાઓ માટે પણ 181 હેલ્પલાઇન સરકાર દ્વ્રારા ચાલી રહી છે. જેમાં મહિલાઓ પોતના પર થતા અત્યાચાર પર ન્યાય માટે અવાજ ઉઠાવી શકે છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ચોકબજાર પોલીસ સ્ટેશનથી ચાઈલ્ડ વેલ્ફેર ઑફિસર વૈશાલી દેવરે એ હાજરી આપી હતી. તેમજ પી.એસ.આઈ એસ.એ. દેસાઈ, પી.એસ.આઈ એસ .એ. સંગાડા અને"સી" ટીમ ના કર્મચારીઓ હજાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...