તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સુરતની મહિધરપુરા હીરા બજારમાં ભીડ ઉમટતાં સ્થાનિકોની ફરિયાદથી પોલીસ દોડતી થઈ

સુરત11 દિવસ પહેલા
મહિધરપુરા હીરા બજારમાં લોકોની ભીડ ઉમટતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી.
  • બંદોબસ્તમાં મૂકાયેલા પોલીસની રહેમનજર હેઠળ ભેગા થયેલા લોકોના ટોળાને વિખેરાયા

સુરત શહેરમાં થોડે ઘણે અંશે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે, પરંતુ મહિધરપુરામાં ફરી એકવાર કામકાજ શરૂ થતા રહીશોએ વિરોધ કર્યો. રહીશોના વિરોધ બાદ પોલીસ સફાળી જાગી હતી. મહિધરપુરા હીરા માર્કેટમાં આજે સવારથી જ કેટલાક કારખાનાઓ શરૂ કરી દેવામાં આવ્યા હતા.જેમાં સરકારે નક્કી કરેલા કરતા વધારે માણસોના સ્ટાફ બેસાડવામાં આવ્યો હતો. હીરા દલાલોએ ઓફિસ ખોલીને બેસી ગયા હતા. પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હોવા છતાં પોલીસે કોઇ નક્કર કામગીરી ન કરતા કારખાના ચાલી રહ્યા હતા. મહિધરપુરા હીરા બજારમાં રહેણાંક વિસ્તાર પણ સમાવિષ્ટ છે મોટી સંખ્યામાં લોકો અહીં રહેતા હોવાથી કોરોના સંક્રમણ વધુ પ્રમાણમાં ફેલાવાની દહેશત જ રહેતી હોય છે. સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરતા પોલીસ દોડતી થઇ હતી.

પોલીસે પેટ્રોલિંગને લોકોના ટોળા દૂર કર્યા હતાં.
પોલીસે પેટ્રોલિંગને લોકોના ટોળા દૂર કર્યા હતાં.

તાત્કાલિક અસરથી કારખાના બંધ કરાવાયા
સ્થાનિક રહીશોએ કારખાના બંધ કરવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો જોકે સ્થાનિક લોકોએ બંદોબસ્ત માટે મુકાયેલા પોલીસને પણ આડે હાથે લીધી હતી રહીશોના કહેવા મુજબ પોલીસ દ્વારા કારખાના બંધ કરાવવા માટે કામગીરી કરવાની જરૂર હતી તેને બદલે માત્ર બંદોબસ્ત માટે બેસી રહેતા હોવાનો રોષ વ્યક્ત કર્યો કારખાનામાં વધુ લોકો કામ કરતા હોય તે સમયે પોલીસે તાકીદે નજર કરીને કારખાનું બંધ કરાવવું જોઈએ. સ્થાનિકોનો રોષ પારખી જતાં બંદોબસ્ત માટે આવેલી પોલીસે તાત્કાલીક અસરથી કારખાના બંધ કરાવ્યા હતા.

સવારથી ફરી લોકોની ભીડ હીરા બજારમાં ઉમટી હતી.
સવારથી ફરી લોકોની ભીડ હીરા બજારમાં ઉમટી હતી.

પોલીસે કામગીરી કરી
મહિધરપુરા માર્કેટમાં કારખાનાઓ બેધડક રીતે શરૂ થઈ જવાની માહિતી મળતા કેમેરામાં કેદ કરવા ગયેલા કેમેરામેનને પણ કારખાનેદારોએ ધમકાવ્યો હતો.પોલીસે તટસ્થતાપૂર્વક પોતાની ફરજ બજાવવાની જરૂર છે. શહેરમાં સતત કોરોના સંક્રમણ ભાઈ હજુ ઓસર્યો નથી.તેવા સમયે તેમના આવા ઉદાસીન વલણના કારણે ફરી એકવાર કોરોના દહેશત જોવા મળી રહી છે.

સ્થાનિકોની ફરિયાદને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.
સ્થાનિકોની ફરિયાદને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી.

ગંભીરતા ન દાખવતાનું સામે આવ્યું
ડાયમંડ માર્કેટ અને ટેક્સટાઇલ માર્કેટ જો યોગ્ય રીતે સરકારના નિયમોનું પાલન નહીં કરે તો શહેરમાં કોરોના સંક્રમણ થવાની કોઈ શક્યતા નથી. સૌથી વધુ લોકોની અવરજવર ડાયમંડ માર્કેટમાં અને ટેક્સટાઇલ માર્કેટોમાં જોવા મળે છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે ડાયમંડ ટેકસટાઇલ માર્કેટના વેપારીઓ સાથે બેઠકો કરીને ગંભીરતા વિશે ચર્ચા કરે છે. પરંતુ માર્કેટના સંચાલકો અને વિવિધ એસોસિયેશનો તેને ગંભીરતાથી ન લેતું હોય તેવું જણાઈ રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો