તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:તાપીમાં કૂદનાર યુવતીને પોલીસે માત્ર 6 મિનિટમાં બચાવી લીધી, યુવતી આર્થિક તંગીમાં હતી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તાપી નદીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
તાપી નદીની ફાઇલ તસવીર.
 • પાંડેસરામાં 23 વર્ષીય યુવતીએ ફાંસો ખાધો

પાંડેસરાની 25 વર્ષીય યુવતીએ આર્થિક તંગીથી કંટાળી તાપીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરતા રાહદારીએ પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસની પીસીઆર વાન 5થી 6 મિનિટમાં કેબલ બ્રિજ નીચે તાપી કિનારે પહોંચી હતી. કાદવમાં ચાલીને પાણી સુધી પહોંચે તે પહેલા પોલીસે 3 સ્થાનિક યુવકોની મદદથી મહિલાને બહાર કાઢી હતી. પછી ઉમરા પોલીસના પો.કો. રોહિત દલપતએ મહિલાને સમજાવી ઉમરા પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. જ્યાં મહિલાની સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા. મહિલા એકલી રહે છે અને પિતાનું અવસાન થયું હતું.

મહિલાના લગ્ન થયેલા હતા. જોકે પતિ સાથે વિવાદ થતા બંને અલગ રહેતા હતા. પૈસાની તંગી હોવાને કારણે મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત પોલીસે સમક્ષ જણાવી હતી. અન્ય બનાવમાં પાંડેસરા હળપતિવાસમાં રહેતી 23 વર્ષીય પાયલ સુરેશ સોલંકીએ સોમવારે સાંજે ઘરમાં અગમ્ય કારણોથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પાયલનો પતિ હાલોલ ખાતે કોઇ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પાયલ પુત્રી સાથે સુરતમાં એકલી રહેતી હતી. 5 વર્ષ પહેલાં જ તેના લગ્ન થયાં હતા. હાલ આપઘાતનું કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો