તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:કેબલ બ્રિજ પર મધરાત્રે કૂદવા ગયેલા ઈજનેરને પોલીસે બચાવ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલિંગની બીજી તરફ ઉભેલા યુવકને બચાવવો અઘરો હતો - Divya Bhaskar
રેલિંગની બીજી તરફ ઉભેલા યુવકને બચાવવો અઘરો હતો
  • મિત્ર સાથે અંબુજની રકઝક બાદ માઠું લાગતા આપઘાત પૂર્વે ફિલ્મી ઢબે દિલધડક ઓપરેશન

કેબલ બ્રિજ પર રાત્રે ફરજ પર હાજર હોમગાર્ડના જવાનો અને અડાજણના પીએસઆઈ તેમજ ફાયર ઓફિસરની સતર્કતાને પગલે એક યુવકનો જીવ બચી ગયો છે. સોમવારે મળસ્કે કેબલ બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કરવા પહોંચેલા એન્જિનિયર યુવાનને અડાજણના પીએસઆઈ સહિતના સ્ટાફ અને ફાયર ઓફિસર સહિતના જવાનોએ દિલધડક ઓપરેશન હાથ ધરી રેસ્ક્યુ કરી લીધો હતો. મિત્ર સાથે બોલાચાલી થતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનુ સામે આવ્યું છે.

1 કલાક સુધી વાતોમાં નાખી સમજાવ્યો
પીએસઆઈ અને ફાયર ઓફિસરે વાતચીત કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. રેલીંગની બીજી તરફ ઉભેલો અંબુજ ગમે તે સમયે કુદી શકે તેમ હોવાથી વાતોમાં પરોવ્યો હતો.

સિગરેટ-પાણી પીવાનું કહી પકડી લીધો
સિગરેટ પીવી છે પુછી હાજર પોલીસે તેનું ધ્યાન એક તરફ દોર્યુ હતું અને કવર કરવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઈ ચૌધરીએ પાણી આપવાના બહાને નજીક પકડી લીધો હતો.

બોટમાં પણ જવાનોને તૈનાત કરાયા હતા
રેસ્ક્યુ દરમિયાન અંબૂજ નીચે કુદી પડે તેવી શક્યતા વધુ હોવાથી પહેલાથી જ નીચે તાપીમાં પણ બોટ સાથે જવાનોને તૈનાત કરી દેવાયા હતા. જવાનોની મહેનત કારણે બોટની જરૂર ન પડી.

અન્ય સમાચારો પણ છે...