તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:ઓનલાઈન ઠગાઈમાં પોલીસે 9 ફરિયાદીને 2.68 લાખ પરત અપાવ્યા

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક

પોલીસ અને બેંક દ્વારા ગ્રાહકોને બેંકના અધિકારીના નામે કે પછી અન્ય કોઈ કંપનીના નામે ફોન આવે તો ઓટીપી નંબર આપવો નહિ. આવા બેંકોમાં તેમજ એટીએમ ઉપરાંત પોલીસ ગ્રાહકોને સાવચેત કરતી હોય છે છતાં કેટલાક ગ્રાહકો આવી ઠગ ટોળકીના ઝપેટમાં આવી હજારોની રકમ ગુમાવતા હોય છે. આવા સમયે જો કદાચ ગ્રાહક સમયસર પોલીસનો સંપર્ક કરે તો પોલીસ તેની ચોક્કસ મદદ કરી શકે છે.

આવા ગ્રાહકો જેઓએ ઠગ ટોળકીની વાતમાં આવા નાણાં ગુમાવ્યા છે. તેઓએ ક્રાઇમબ્રાંચનો સમયસર સંપર્ક કર્યો એટલે તેઓના રૂપિયા બચાવવા ક્રાઇમબ્રાંચના પો.કો.ચિરાગ ઢોલરીયાએ ખાસ મહેતન કરવી પડી હતી. ક્રાઇમબ્રાંચે 23 દિવસમાં 9 ગ્રાહકોને 2.68 લાખની રકમ પરત અપાવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઓનલાઈન રૂપિયા ઉપડ્યા હોય તેવા કિસ્સામાં તરત જ પોલીસ હેલ્પલાઈન નં. 100 પર પોલીસને જાણ કરવાથી નાણાં પરત મળવાની શક્યતા વધી જાય છે.

9 ફરિયાદીને રૂપિયા રીફંડ મળ્યા

ફરિયાદીઠગાઈરીફંડ
ઓહરા વિરેનભાઈ10,00010,000
નરેશ સવાણી40,00040,000
હેતલબેન કાલરીયા32,00030,058
વિરેન્દ્રસિંહ સિસોદીયા60,00060,000
લોટન પાટીલ39,99931,253
નકુમ અજયસિંહ25,00025,000
રાજેશ કાકડીયા41,99934,872
મહેશ દિયોરા19,89914,076
વિજય સખીયા28,89823,648

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો