તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Police Reached The Spot In Just Seven Minutes, Broke Down The Door And Saved The Life Of Bhatar's Young Man Who Committed Suicide

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:પોલીસે માત્ર સાત જ મિનિટમાં પહોંચી દરવાજો તોડી આપઘાત કરતા ભટારનાં યુવકનો જીવ બચાવ્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પોલીસકર્મીની કામગીરી બદલ પો. કમિશનરે ઈનામ અને પ્રશંસા પત્ર આપ્યું

ખટોદરા પોલીસની પીસીઆર વાનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીને કારણે એક વ્યક્તિનો જીવ બચ્યો છે. કદાચ અડધી કે એક મિનિટ પણ પોલીસ મોડી પહોંચી હોત તો યુવકનો જીવ ગયો હોત ! પોલીસકર્મીની આ કામગીરી બદલ પો.કમિશનરે ઈનામ અને પ્રશંસાપત્ર આપ્યું હતું. પોલીસ કંટ્રોલરૂમમાં 6 માર્ચએ બપોરે 12.09 વાગ્યે એક કોલ આવ્યો હતો.

જેમાં ભટાર સંકલ્પ શોપિંગ સેન્ટરની નજીકમાં સિધ્ધિ શેરીમાં રહેતો એક વ્યક્તિ સ્યુસાઇડ કરવા જાય છે. આથી પોલીસ કંટ્રોલરૂમે તાત્કાલિક ખટોદરા પોલીસની પીસીઆરવાનને રવાના કરી હતી. પીસીઆરવાનના હેડ.કો.સંઘપ્રિય બેડસે સ્ટાફ સાથે 7 મિનિટમાં ત્યાં પહોંચી ગયા હતા અને દરવાજો તોડી યુવકને બચાવી લીધો હતો.

યુવકે ગળામાં દોરી નાંખી હતી
હું સિટીલાઇટ રોડ પર PCR વાનમાં સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતો.દરમિયાન કંટ્રોલરૂમમાંથી એક કોલ આવ્યો.સ્યુસાઇડ કરવાની વાત સામે આવી એટલે અમે 7 મિનિટમાં ફટાફટ ત્યાં પહોંચી ગયા હતા. અમે પહોંચ્યા ત્યારે યુવકના પરિવારજનો નીચે ઊભા હતા અને દરવાજો અંદરથી બંધ હતો. મે એક પણ સેકન્ડની રાહ જોયા વિના દરવાજો તોડી અંદર ગયો હતો. અંદર જતા યુવકે ગળામાં દોરી નાખી આપઘાત કરે તે પહેલા મે તેના બન્ને પગો ઊંચકી લીધા અને પછી દોરી કાપી તેને નીચે ઉતારી લીધો હતો. > સંઘપ્રિય બેડસે-હેડ.કો-ખટોદરા પો.સ્ટે

યુવક છેતરાયો હતો
ભટારમાં સિધ્ધિ શેરીમાં મામાને ત્યાં રહેતા અંકિત પટેલ(20)ની 7.50 લાખની લોટરી લાગી હોવાનો મેસેજ આવ્યો હતો. અંકિતે આંધળો વિશ્વાસ કરતા ઠગ ટોળકીએ અંકિત પાસેથી વિવિધ ચાર્જ પેટે રૂ. 55 હજારની રકમ પડાવી હતી. જેના કારણે તે ટેન્શનમાં રહેતો હતો. અંકિત પટેલ નવા ભટારમાં ટુવ્હીલરના સર્વિસ સેન્ટરમાં નોકરી કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો