તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘટનાનું રી-કન્સ્ટ્રકશન:વેપારીના પુત્રના અપહરણ કેસમાં પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કર્યું

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેપારીના પુત્રના અપહરણ કેસમાં પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કર્યું

ઘોડદોડ રોડના કરીમાબાદ ખાતે રહેતા ખોજા સમાજના બેગના વેપારી અનવર દૂધવાલાના 36 વર્ષીય પુત્ર કોમીલના અપહરણ મામલે રવિવારે ઉમરા પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું. જેમાં કોમીલનો પીછો ક્યાંથી કર્યો અને અપહરણ કેવી રીતે કરવામાં આવ્યું તે બાબતે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ઉપરાંત પોલીસે આરોપી કાનો જૈના પાસેથી 30 હજાર અને ચિરાગ યાદવ પાસેથી 25 હજાર મળી કુલ 65 હજારની રોકડ કબજે લીધી છે. આ કેસમાં હાલ 9 આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે.

હજુ 31 હજારની રકમ રિકવરી કરવાની બાકી છે. કોમીલનું અપહરણ ગુરુવારે થયું હતું અને ગુરુવારે સાંજે 1 કરોડની રકમ આપી દેતા અપહરણકારોએ 10 કલાક પછી તેને છોડી મુક્યો હતો.રકમ આપ્યા પછી પોલીસે અપહરણકર્તાઓનો પીછો શરૂ કર્યો હતો. શરૂઆતમાં કોંસબા પાસેથી કાર અને બાઇક પરથી મળી 5 અપહરણકર્તાઓને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારબાદ અન્ય ત્રણ આરોપીઓ રૂપિયાની ભાગબટાઈ કરવા માટે કોંસબા બ્રીજ નીચે આ‌વ્યા હતા જેથી તેઓને પણ ઉમરા પોલીસ અને ડીસીબીના સ્ટાફે પકડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો