તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીયો જુગાર ઝડપાયો:સુરતના વરાછા, ડિંડોલી અને સચિનમાં ચાલતા તીન પત્તિના ખેલ પર પોલીસની રેડ, 18 જુગારી સાથે 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે જુગારધામો પર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે જુગારધામો પર રેડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • અલગ અલગ વિસ્તારમાં બાતમીના આધારે જુગારી ઝડપાયા

સુરતમાં હાલ શ્રાવણમાં માસમાં મોટી સંખ્યામાં જુગારધામ ચાલી રહ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં પોલીસ દ્વારા રેડ કરીને વરાછા, ડિંડોલી અને સચિનમાં ચાલતા તીન પત્તિના હારજીતના ખેલને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે વિવિધ વિસ્તારમાં પાડેલી રેડમાં 18 જુગારી સાથે 1.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

વરાછામાંથી જુગારધામ ઝડપાયું
વરાછા પોલીસે ગતરોજ રાત્રે 7 વાગ્યાના અરસામાં બાતમીના આધારે વરાછા જગદીશનગર ભોળાનાથ એપાર્ટમેન્ટ ત્રીજો માળ એ 17 વાળી રૂમમાં દરોડા પડ્યા હતા. પોલીસે રૂમમાં જુગાર રમતા દિનેશભાઇ ડાયાભાઇ વાધમસી (૨હ . આ 17, રમી 2જા માળે,ભોળનાથ એપાર્ટમેન્ટ જગદીશ નગર એલ.એચ.રોડ વરાછા), ચિરાગભાઇ કિશોરભાઇ મકવાણા (રહે.ધર નં- 132, ભક્તિ નગ૨ સોસાયટી,વિભાગ-01 ધરમ નગર રોડ કાપોદ્રા), ગીરીશભાઇ ભીખાભાઇ સોજીત્રા (રહે.ઘર નં બી5,બીજા માળે ઓપેરા પેલેસ ખોલવડ રોડ લસકાણા), મધુભાઇ બાબુભાઇ ડાભી (રહે ઘર નં-63, સત્તાધાર સોસાયટી,માતાવાડી વરાછા), સુરેશભાઇ વાલજીભાઇ બારૈયા (રહે.ઘર નં-189,બીજા માળે,નીલકંઠ સોસાયટી મારુતી ચોકવરાછા), શૈલેશભાઇ કનુભાઇ વળાયા (રહે ઘર નં-63, સત્તાધાર સોસાયટી,માતાવાડી વરાછા), અશોકભાઇ મગનભાઇ કવાડ (રહે. ઘરનં-415,મુક્તિધામ સોસાયટી અર્ચના સ્કુલની પાછળ પુણાગામ) અને વલ્લભભાઇ નાનજીભાઇ બાંભણીયા (રહે.ઘર નં-548,વર્ષા સોસાયટી વિભાગ 02,લાભેશ્વર વરાછા) ને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે તમામ પાસેથી રોકડા રૂપિયા 40900 તથા 10 મોબાઇલ મળી રૂપિયા 83040 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ડિંડોલીમાંથી જુગારીઓ ઝડપાયા
ડિંડોલી પોલીસે બાતમીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસ શાકમાર્કેટમાં જાહેરમાં જુગાર રમતા ઇમરાન જીલાની શેખ (રહે ગલીનં. 1 ઉમીદનગર પાંડેસરા), શાબીર ઉર્ફે ભાંજા ફારૂક શેખ (રહે બી/3/13 ભેસ્તાન આવાસ ડીડોલી), જાવીદ ઉર્ફે ગાપા અઝીજ શેખ (રહે-એ/111/11 ભેસ્તાન આવાસ ડીંડોલી), મો. જુલ્ફીકાર નિશાર અહેમદ શેખ (રહે-પ્લોટનં. 63,64 અલીફનગર ઉત્ત પાટીયા), આમીર અલ્તાફ શેખ (રહે-સી/55 ભેસ્તાન આવાસ ડીડોલી), ઇકબાલ મેહમુદ મલેક (રહે-એ 8314 ભેસ્તાન આવાસ ડીંડોલી)ને પકડી પાડી તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા 9700 તથા 3 મોબાઇલ મળી 24850 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સચિનમાં જાહેરમાં જુગાર રમાતો હતો
સાચીન પોલીસે ગ્લોરીના વેલી ના સામે શિવહરી શોંપીગ સેન્ટરમા આવેલ સૌરાષ્ટ્ર પાન નામની દુકાનની સામે જાહેરમાં જુગાર રમતા શૈલેષભાઇ રતિભાઇ સાવલીયા (રહે-ઘર નં.8, નિર્મલ રો હાઉસ, ગુ.હા.બોર્ડ સચીન), અયક્રમર વજ્રાંન્સાય નં.8, પારડી ગામ સચીન), જીલભાઇ વિપુલભાઇ મારસોનીયા (રહે-શિતલ નગર ઘર નં.829, ગુ.હા.બોર્ડ ડીકેન્સ સ્કુલ પાસે સચીન) અને ગૌ૨વ બળવંતરાય સોલંકી (રહે- ઘર નં.3058, શ્રી રામનગર સોસાયટી ગુ.હા.બોર્ડ કનકપુર સચીન)ને પોલીસે પકડી 17510 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.