તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રેપ કેસમાં વેસુના બિલ્ડરને પકડવા પોલીસે દરોડા પાડ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાના નગ્ન ફોટા પાડી બ્લેકમેલ કરી
  • પુણા પોલીસમાં જીગર સામે ગુનો નોંધાયો હતો

પુણાની પરિણ્તા સાથે બળાત્કાર ગુજારનાર આરોપી બિલ્ડરને શોધવા માટે પુણા પોલીસે એડીચોટીનું જોર લગાવ્યું છે. પુણા પોલીસના જણાવ્યા અનુસાર વેસુમા નંદીની-૩ માં રહેતો બિલ્ડર જીગર વિજય મહેતા( 37 વર્ષ) ની એક સાઈટ પર કોન્ટ્રાક્ટર મનસુખ( નામ બદલ્યું છે) ને કામ આપ્યું હતું. તેથી જીગર નિયમિત મનસુખના ધરે પુણા વિસ્તારમાં આવતો હતો. તેથી મનસુખની પત્ની રંજના( નામ બદલ્યું છે)ને પણ જીગર ઓળખતો હતો. એક વખત જીગર રંજનાના ઘરે ઘેનવાળું કોલ્ડડ્રિંક લઈને ગયો હતો.

રંજના ઘરે એકલી હતી. કોલ્ડડ્રિંક પીતા રંજનાને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારે જીગરે રંજનાના નગ્ન ફોટો પાડી લીધા હતા. તે ફોટો બતાવી રંજનાને બ્લેક મેલ કરી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.રંજનાએ ફરિયાદ આપતા પુણા પોલીસે ગુનો દાખલ કરીને જીગરની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મંગળવારે જીગરના ઘરે દરોડો પાડતા તે મળ્યો ન હતો. પોલીસે બુધવારે પણ દરોડો પાડ્યો હતો. જીગરની સરથાણામાં અને ડુંભાલ વિસ્તારમાં ચાલતી બાંધકામ સાઇટ પર પોલીસે દરોડા પાડતા આરોપી મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...