તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની સ્પામાં રેડ:સુરતના વેસુ VIP રોડ પરના સ્પા પર કસ્ટમર બની પોલીસે રેડ પાડી, બંગાળની 18 યુવતી ડિટેઈન અને મેનેજર સહિત 7ની અટકાયત

સુરત2 મહિનો પહેલા
મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચે સ્પા પર રેડ પાડી હતી
  • સુરતની મિસિંગ સેલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા સ્પામાં રેડ કરી
  • યુવતીઓ પાસે એક હજાર રૂપિયાના ભાવે ગંદા કામ કરાયાની પોલીસને આશંકા, તપાસ હાથ ધરી

સુરતના વેસુ VIP રોડ ચાલતા ગેરકાયદેસર સ્પા પર મિસિંગ સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેડ પાડવામાં આવી હતી. બંગાળના કોલકોતાની અનેક યુવતીઓ પાસે કરાવાતાં બદકામના રેકેટને ઉઘાડું પાડ્યું હતું. અંબે સ્પામાંથી 18 યુવતીઓને ડિટેઇન કરાઈ હતી. પોલીસે કસ્ટમર બની આખું રેકેટ ચલાવનાર મેનેજર સહિત 7ની અટકાયત કરી આગળની તપાસ કરી છે.

વેસુ વીઆઇપી રોડ પર મારવેલા કોરિડોરમાં આવેલા એમ્બીઝ સ્પામાં 11 મહિના પહેલા વડોદરાની 15 વર્ષીય તરૂણીનું અપહરણ કરી વૈશ્યાવૃતિમાં ધકેલી દેવામાં આવી હતી. તે જ સ્પામાં ફરી કુટણખાનું શરૂ થઈ જતા એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે શનિવારે રેડ પાડી હતી. જ્યાંથી સ્પાના માલિક, સંચાલક તેમજ 6 ગ્રાહકો સહિત 8 જણાને પકડી પાડ્યા હતા. આ સ્પામાંથી 18 મહિલાઓને રેસ્કયુ કરી હતી.

છેલ્લા ચારેક મહિનાથી આ સ્પા શરૂ થયું હતું. રેપ જેવી ગંભીર ઘટના બની હોય ત્યારે આ સ્પા કોના ઈશારે શરૂ થયો તેની જો પોલીસ કમિશનર તપાસ કરાવે તો અનેક ભોપાળા ખૂલી શકે છે. સ્ક્વોડે મોકલેલા ડમી ગ્રાહકને 1 હજાર લઈ રૂમમાં મોકલાયો હતો. જ્યાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસની રેડ પડતા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસથી બચવા માટે મારવેલા કોરિડોરમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ચોથા માળે સ્પાની રૂમની બહાર સુધી સીસીટીવી કેમેરા લગાડેલા છે. જેના પર એક વ્યક્તિ નજર રાખતો હતો.

કસ્ટમર સહિત 7 ઝડપાયા
પોલીસે જણાવ્યું હતું કે, મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે ચાલતા ગેરકાયદે સ્પાને લઈ પોલીસને બાતમી મળી હતી. બીજા રાજ્યોની યુવતીઓ પાસે મસાજ સાથે મજા આપતી હોવાની વાત બહાર આવી હતી. જેને લઈ પોલીસે બાતમીદારને ગ્રાહક બનાવીને ટ્રેપ ગોઠવી હતી. જેમાં કસ્ટમર અને મેનેજર સહિત 7 લોકો ઝડપાયા ગયા હતા.

મેનેજર અને કસ્ટમર મળી 7 આરોપીની અટકાયત કરાઈ
મેનેજર અને કસ્ટમર મળી 7 આરોપીની અટકાયત કરાઈ

મિસિંગ સેલની રેડ બાદ દોડધામ
પોલીસે કોલકોતા-બંગાળની અનેક યુવતીઓને છોડાવી હતી. લગભગ 1000ના ભાવ લઈ આ યુવતીઓ પાસે ગંદા કામ કરાવાઈ રહ્યા હોય એવી આશંકાને લઈ તપાસ હાથ ધરાઈ છે. ખટોદરા પોલીસની હદમાં મિસિંગ સેલની રેડ બાદ ભાગદોડ મચી ગઇ હતી. હાલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

સ્પામાં પકડાયેલી મોટાભાગની યુવતીઓ બંગાળની
સ્પામાં પકડાયેલી મોટાભાગની યુવતીઓ બંગાળની

સ્પામાંથી ઝડપાયેલા આરોપીઓ

  • કુલદીપસિંહ(33)(રહે,પાંડેસરા)(સ્પાના માલિક)
  • નિલેશ સીંગ(30)(રહે,વડોદ)(સંચાલક)
  • રાહુલ રાજુ ભટ્ટ(23)(રહે,નવસારી)(ગ્રાહક)
  • પ્રશાંત હીતુ ઠક્કર(30)(રહે,અમરોલી)(ગ્રાહક)
  • વિપુલ યુવરાજ નિકમ(22)(રહે,બાલાજીનગર સોસા,લિંબાયત)(ગ્રાહક)
  • કરણ વિનોદ કુવર(18)(રહે,બાલાજીનગર સોસા,લિંબાયત)(ગ્રાહક)
  • ભાવેશ જેન્તી પ્રજાપતિ(28)(રહે,ગૃહ નિર્માણ,વરીયાવ)(ગ્રાહક)
  • વિજય મોહન પટેલ(34)(રહે,મિસ્ત્રી મહોલ્લો,દામકાગામ)(ગ્રાહક)