તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેડ:સુરતના ગોડાદરામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે છાપો મારીને 6 યુવતીઓ સહિત 2 ગ્રાહકોને ઝડપ્યાં

સુરત24 દિવસ પહેલા
પોલીસે સ્પામાં રેડ કરીને બે ગ્રાહકો અને છ યુવતીઓને ઝડપી હતી.
  • પોલીસને 100 નંબર પર ફરિયાદ મળતા રેડ કરી હતી

સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મિડાસ સ્કેવર નામના બિલ્ડીંગમાં સ્પામાં પોલીસે રેડ કરી હતી. મસાજ પાર્લરની આડમાં ગોરખ ધંધા ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં 6 યુવતીઓ અને 2 ગ્રાહકોને ઝડપી લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની રેડ બાદ ઝડપાયેલી યુવતીઓએ મોં છૂપાવ્યાં હતાં.
પોલીસની રેડ બાદ ઝડપાયેલી યુવતીઓએ મોં છૂપાવ્યાં હતાં.

ગોડાદરા પોલીસે રેડ કરી
પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. જેના આધારે ગોડાદરા સર્વેલન્સ સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. મિડાસ સ્ક્વેર નામની બિલ્ડીંગમાં આવેલા સ્વિટ લૂક સ્પામાં મસાજ અને સ્પાના નામે ગોરખધંધા ચાલતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં છ યુવતીઓ અને બે કસ્ટમરોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્પામાંથી ઝડપાયેલી યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.
સ્પામાંથી ઝડપાયેલી યુવતીઓને પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.

મહિલા પોલીસ પણ હાજર રહી
પોલીસે રેડ દરમિયાન મહિલા પોલીસને પણ સાથે રાખી હતી. બાદમાં તમામ પકડાયેલી તમામ છ યુવતીઓ અને 2 ગ્રાહકોને ગોડાદરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં પોલીસે મસાજ પાર્લરમાં ચાલતી પ્રવૃતિ કેટલા સમયથી ચાલતી હોવા અંગે તથા અન્ય મળેલી વસ્તુઓ સહિતની તપાસ હાથ ધરી છે.