તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:4 વર્ષની બાળાની છેડતી કરનાર ન મળતાં પોલીસે મકાનમાલિકના પુત્રને ઉપાડી લીધો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી પ્રશાંત - Divya Bhaskar
આરોપી પ્રશાંત
  • ઉધનાની ઘટના: 5 કલાક બેસાડી રાખ્યો, આરોપી મળતાં છોડી દીધો

ઉધનામાં કલ્યાણ કુટિર- શ્રીરામ કુટિરમાં દારૂના અડ્ડાની પાસે જ શ્રમજીવીની 4 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. તેણી ઘરે ન આવતા માતાએ બુમો પાડી હતી. ત્યારે બાળકી પ્રશાંત લક્ષ્મણ મોરે(20)ના ઘરમાંથી બહાર આવી હતી. તેના કપડાં અસ્તવ્યસ્ત હતાં. માતાએ પૂછપરછ કરતાં બાળકીએ જણાવ્યું કે, તે રમી રહી હતી ત્યારે પ્રશાંત તેને ખાવાની લાલચ આપીને તેના ઘરે લઇ ગયો હતો.

જ્યાં પ્રશાંતે અડપલા કરી લાજ લેવાનો પ્રયાસ કરતાં બાળકીએ બુમાબુમ કરી હતી. જેથી માતાએ પણ દીકરીને શોધવા બુમો પાડતા પ્રશાંતે બાળકીને છોડી દીધી હતી. ઉધના પોલીસે આરોપી પ્રશાંત ન પકડાતા તેના મકાન માલિકના પુત્રને પકડીને 5 કલાક સુધી પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યો હતો. પ્રશાંત ઝડપાતા મકાન માલિકના પુત્રને છોડ્યો હતો. પોલીસે પ્રશાંત મોરે વિરુદ્ધ 354(એ) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...