તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાધાન:વરાછામાં 12 કરોડમાં ઉઠી જનારી હીરા કંપનીના 96 કારીગરનો 9 લાખનો પગાર પોલીસે અપાવ્યો

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
વરાછામાં 5 માસથી પગાર માટે ધક્કા ખાતા કારીગરોમાં ખુશી જોવા મળી. - Divya Bhaskar
વરાછામાં 5 માસથી પગાર માટે ધક્કા ખાતા કારીગરોમાં ખુશી જોવા મળી.
 • 5 માસથી ટળવળતા લેણદારોએ ડાયમંડ એસો.ને રજૂઆત કરી હતી

વરાછાના માતાવાડીમાં 12 કરોડમાં ઉઠમણું કરનાર શ્રીશક્તિ જેમ્સના 96 કારીગરોને પોલીસની મધ્યસ્થીથી પગાર મળતા કારીગરોમાં ખુશી જોવા મળી છે. છેલ્લા 5 માસથી કારીગરો પગાર માટે ટળવળતા હતા . ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, માતાવાડીમાં શ્રીશક્તિ જેમ્સ નામની હીરા પોલિશિંગ કરતી પેઢી લોકડાઉન પહેલા ઊઠી ગઈ હતી. તેના માલિકો વિપુલ કાકડિયા અને અલ્પેશ કળસીયા (મૂળ વતન: માંડવા, તા.લાઠી, જિ.અમરેલી) છે. ઉઠમણું કર્યું ત્યારે ઘણા લેણદારોનો રૂપિયા ફસાયા સાથે કારીગરોનો પગાર પણ ચુકવ્યો નહતો. લેણદારોએ આ મુદ્દે સમાધાન કરવા ડાયમંડ એસોસિએશનને રજૂઆત કરી હતી.

એસોસિએશને આ બાબતે એક પંચની રચના કરી હતી. હાલ વિપુલ અને અલ્પેશ સામે નથી આવ્યા પરંતુ તેમના વતી ધર્મેશ કાકડિયા નામના મધ્યસ્થી પંચો સાથે વાટાઘાટો કરતા હતા. ધર્મેશે પંચોને હીરા અને મશીનરી મળીને સવા કરોડની રકમ આપી હતી. પરંતુ પગાર ન મેળવી શકેલા કારીગરો વતી યુનિયને પંચને પણ રજૂઆત કરી હતી છતાં કોઈ સમાધાન આવ્યું ન હતું. તેથી યુનિયને પોલીસ કમિશનરને અરજી આપીને આર્થિક ગુના નિવારણ શાખા મારફત તપાસ કરાવવાની રજૂઆત કરી હતી.

પોલીસ કમિશનરે વરાછા પોલીસને તપાસ સોંપી હતી. વરાછા પીઆઈ પી.એ. આર્ય અને તેમના સ્ટાફના કોન્સ્ટેબલ સંદીપ પાંદડિયાએ અરજીના આધારે તપાસ કરીને પંચોના તેમજ મધ્યસ્થીની પૂછપરછ કરીને જવાબો લેતા પંચોએ પગાર ચુકવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. 96 કારીગરોના પગારના 13 લાખ નીકળતા હતા. પહેલા પંચોએ 50 ટકા રકમ આપવાની તૈયારી બતાવી હતી. પોલીસે પંચોને સમજાવતા પંચોએ 75 ટકા રકમ આપવાની તૈયારી બતાવી હતી. શનિવારે પંચોએ 96 કારીગરોને કુલ 9 લાખ રૂપિયાથી વધુ રકમ ચુકવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો